Gujarat

પંચમહાલમાં રક્તરંજીત શનિવાર: 24 કલાકમાં બે બાઈક અકસ્માતમાં 3ના મોત, બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત

By GS TEAM
13 Dec 20252 mins read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લામાં આજે (13 ઓક્ટોબર) અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓએ કાળો કેર વર્તાવ્યો છે. ગોધરા અને શહેરા તાલુકામાં સર્જાયેલા બે ગંભીર બાઈક અકસ્માતોમાં કુલ 3 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલમાં રક્તરંજીત શનિવાર: 24 કલાકમાં બે બાઈક અકસ્માતમાં 3ના મોત, બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં આજે (13 ઓક્ટોબર) અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓએ કાળો કેર વર્તાવ્યો છે. ગોધરા અને શહેરા તાલુકામાં સર્જાયેલા બે ગંભીર બાઈક અકસ્માતોમાં કુલ 3 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગોધરા નજીક ગંભીર અકસ્માત, 2 યુવકોના મોત 

પ્રથમ ઘટના ગઈકાલે શુક્રવારે રાત્રે ગોધરા તાલુકાના છકડીયા ચોકડી પાસે બની હતી, જ્યાં બે બાઈક વચ્ચે જોરદાર ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વેલવડ ગામના 33 વર્ષીય નિતેશ નટવર મકવાણા અને ગોલી ગામના 22 વર્ષીય નિલેશ રમણભાઈ પણદાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માતમાં બાઈક પર સવાર બે બાળકો અને અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોની હાલત નાજુક જણાતા તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તાત્કાલિક વડોદરા ખસેડવામાં આવ્યા છે.

શહેરા: મરણ પ્રસંગમાંથી પરત ફરતા કાળ ભરખી ગયો 

બીજી ઘટના શહેરાના અણીયાદ રોડ પર આવેલી ખરેડીયા ડેરી પાસે બની હતી. અહીં પણ બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, મૃતક બાઈક ચાલક એક મરણ પ્રસંગ પતાવીને પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ કાળ બનીને આવેલા અકસ્માતે તેમનો જીવ લીધો હતો. આ ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી છે.

બંને ઘટનાઓની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતના પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસે બંને બનાવો અંગે અકસ્માતનો ગુનો નોંધી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.