Gujarat

જામનગરના કાલાવડમાં કરુણાંતીકા : શ્રમિક પરિવારનું દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીની કેનાલમાં ડૂબી ગયું

By GS TEAM
7 Jul 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિકના પરિવારમાં ભારે કરુણાંતિકા છવાઇ છે. શ્રમિક દંપત્તિ વાડીમાં ખેતી કામ કરી રહ્યું હતું, જે દરમિયાન તેનું દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીની નહેરમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કાલાવડમાં કરુણાંતીકા : શ્રમિક પરિવારનું દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીની કેનાલમાં ડૂબી ગયું

Jamnagar Drowning : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિકના પરિવારમાં ભારે કરુણાંતિકા છવાઇ છે. શ્રમિક દંપત્તિ વાડીમાં ખેતી કામ કરી રહ્યું હતું, જે દરમિયાન તેનું દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીની નહેરમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદના વતની અને હાલ કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતા નરેન્દ્ર સિંહ હિંમતસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મહેશભાઈ ડામોર નામના શ્રમિક યુવાન પોતે પોતાની પત્ની સાથે વાડીમાં ખેતી કામ કરી રહ્યા હતા અને બાજુમાં દોઢ વર્ષનો પુત્ર મહેશભાઈ ડામોર કે જે રમી રહ્યો હતો દરમિયાન અકસ્માતે રમતા રમતા ખેતરની બાજુમાં આવેલી પાણીની નહેરમાં પડી જતા ડૂબી જવાના કારણે તેંનું કરુણ મૃત્યુ છે. આ બનાવ પિતા અંગે મહેશભાઈ સવરાભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બનાવનાર સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.