Gujarat

ડાકોરમાં કરુણ ઘટના: દીવાલ ધરાશાયી થતા યુવાન શ્રમિકનું મોત, પરિવારજનો આઘાતમાં

By GS TEAM
25 Dec 20251 min read
TukuTouch Logo
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના ગોપાલપુરા વિસ્તારમાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં એક ૩૩ વર્ષીય શ્રમિકનું કાટમાળ નીચે દટાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડાકોરમાં કરુણ ઘટના: દીવાલ ધરાશાયી થતા યુવાન શ્રમિકનું મોત, પરિવારજનો આઘાતમાં

Wall Collapse Dakor: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના ગોપાલપુરા વિસ્તારમાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં એક ૩૩ વર્ષીય શ્રમિકનું કાટમાળ નીચે દટાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તેના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. 

મળતી માહિતી મુજબ, ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં એક જૂનું અને જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મકાનની એક દીવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધસી પડી હતી. કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા જ 33 વર્ષીય અમિતભાઈ મહિડા દીવાલના ભારેખમ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી

ઘટના બનતા જ આસપાસના લોકો અને અન્ય શ્રમિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. શ્રમિકોએ ભારે જહેમત ઉઠાવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને અમિતભાઈને બહાર કાઢ્યા હતા. જોકે, દીવાલનો કાટમાળ સીધો શરીર પર પડતા અને ગંભીર ઈજાઓ થવાના કારણે અમિતભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ડાકોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. એક આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.