Get The App

S G હાઈવે પર અપડાઉન કરતાં વાહનચાલકો ખાસ જાણી લેજો, 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ત્રાગડ અંડરપાસ

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
S G હાઈવે પર અપડાઉન કરતાં વાહનચાલકો ખાસ જાણી લેજો, 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ત્રાગડ અંડરપાસ 1 - image


Tragad Underpass Close:
અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસ પર વરસાદના કારણે ઠેર-ઠેર ખાડા પડતાં તે ખખડધજ બની ગયો છે. જેના પગલે ઔડા (AUDA) દ્વારા આગામી 5 અથવા 7 નવેમ્બરથી અંડરપાસના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી કુલ 40 દિવસ સુધી ચાલશે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વપૂર્ણ ડાયવર્ઝન જાહેર કર્યું છે.

આ રિપેરિંગ કામ બે તબક્કામાં કરવામાં આવશે, જેમાં SP રિંગ રોડ પરના બંને રસ્તા વારાફરતી 20-20 દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ નિર્ણયની સીધી અસર ખાસ કરીને ઝુંડાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા વાહનચાલકો પર પડશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 9 મહિનામાં સાયબર ફ્રોડના 1.42 લાખ ફોન કોલ! 72 હજાર લોકોના રૂ.678 કરોડ ચાંઉ
S G હાઈવે પર અપડાઉન કરતાં વાહનચાલકો ખાસ જાણી લેજો, 40 દિવસ તબક્કાવાર બંધ રહેશે ત્રાગડ અંડરપાસ 2 - image


18 થી 20 કલાક ચાલશે કામગીરી

ઔડા દ્વારા આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે, જે દિવસના 18થી 20 કલાક કામ કરશે. તંત્ર દ્વારા જણાવાયું છે કે, રોડ પરથી વાહનો પસાર થતાં ડામર વારંવાર ઉખડી જતો હોવાથી આ વખતે આખો ભાગ સિમેન્ટ કોન્ક્રીટ (RCC) વડે નવો બનાવવામાં આવશે. આનાથી સરફેસ ખૂબ જ મજબૂત બનશે અને વાહનો સરળતાથી પસાર થઈ શકશે.

જાણો વૈકલ્પિક રૂટ અને ડાયવર્ઝન પ્લાન

ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, કામગીરીના પ્રથમ તબક્કામાં ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે. આ સમયે વાહનચાલકોએ ઝુંડાલ સર્કલ બ્રિજ નીચેથી અડાલજ સર્કલ થઈ, મહારાજા હોટલ થઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ જવાનું રહેશે.

જ્યારે બીજા તબક્કાની કામગીરીમાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે. તે સમયે વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ ત્રિમંદિર તરફ થઈ, અડાલજ સર્કલથી ઝુંડાલ તરફ આવવાનું રહેશે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા આ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા માટે વાહનચાલકોને અંદાજે 11 કિલોમીટરનો વધારાનો ચકરાવો લેવો પડશે.

એસ.પી. રીંગ રોડ પર ડાયવર્ઝન

પહેલો તબક્કો (20 દિવસ): ઝુંડાલ બ્રિજથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો રસ્તો બંધ રહેશે.

બીજો તબક્કો (20 દિવસ): વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ બ્રિજ તરફ જતો રસ્તો બંધ રહેશે.

વૈકલ્પિક રસ્તો: વાહનચાલકોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ થઈને ઝુંડાલ સર્કલ તરફ જવાનો ઉપયોગ કરવો પડશે.


Tags :