વડોદરા-કરજણ વચ્ચે હજી પોર પાસે ટ્રાફિકની સમસ્યા યથાવત્ઃ લગ્નમાં જતા લોકો પરેશાન

વડોદરાઃ વડોદરા-કરજણ વચ્ચે ટ્રાફિકની સમસ્યા કાંઇક અંશે હળવી થઇ હોવા છતાં હજી પોર નજીક ચક્કાજામની સ્થિતિ સર્જાતી હોય છે.
વડોદરા-કરજણ હાઇવે પર લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને ૧૦ થી ૧૫ કિમી સુધી ટ્રાફિક જામના પણ દ્શ્યો જોવા મળ્યા હતા.પરંતુ હાલપુરતા ખાડા પુરવામાં આવ્યા હોવાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત થઇ છે.
આમ છતાં પોર પાસે સાંજના સમયે હજી ટ્રાફિક જામ થઇ રહ્યો છે.જેને કારણે લગ્નમાં જતા લોકો અને લક્ઝરી બસો લાંબા સમય સુધી અટવાઇ રહે છે.આ ઉપરાંત એમ્બ્યુલન્સને પણ નીકળવામાં મુશ્કેલી પડતી હોય છે.જેથી આ સમસ્યાના ઉકેલ માટે વધુ પોલીસ ફાળવવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.

