Get The App

VIDEO: ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી 1 - image

Traffic On Godhra-Dahod highway : ગોધરા-દાહોદ હાઇવે પર આવેલા સંતરોડ પાનમ બ્રિજ પર ભારે ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા છે. જેમાં એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી છે. ટ્રાફિકના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાનમ નદી પર એક તરફનો બ્રિજ છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. 

VIDEO: ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી 2 - image

મળતી માહિતી મુજબ, ગોધરા-દાહોદ હાઇવે પર સંતરોડ પાસે પાનમ નદી પર અવરજવર માટેના બે બ્રિજ આવેલા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક બ્રિજને તંત્ર દ્વારા કોઈક કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી એક બ્રિજ પરથી વાહનોની અવરજવર થતી હોવાથી અકસ્માતની ઘટના બનતી હોય છે. જ્યારે કેટલીકવાર તો ટ્રાફિકજામની સમસ્યા ઊભી થાય છે. જેને લઈને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે. 


આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ

VIDEO: ગોધરા-દાહોદ હાઇવે પર ટ્રાફિકજામ, પાનમ નદી પરનો એક બ્રિજ બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી 3 - image

આજે 18 ઓગસ્ટના રોજ પાનમ બ્રિજ પર બે વાહનો વચ્ચે અકસ્માત થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિક સર્જાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે, 'નદી પર એક તરફનો બ્રિજ છેલ્લા ઘણાં સમયથી બંધ હોવાથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. એટલે બંધ રહેલા બ્રિજનું વહેલીતકે સમારકામ કરવામાં આવે.'