ઇસ્કોન મંદિર તરફ આવતા ચાર માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ
ગોત્રી ઇસ્કોન મંદિરમાં મોટી સંખ્યામાં આવતા ભક્તોને ધ્યાને રાખી લેવાયેલો નિર્ણય
વડોદરા,જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને તા. ૧૬ મી ના સાંજે ૭ વાગ્યાથી મહોત્સવ પૂર્ણ ના થાય ત્યાં સુધી ઇસ્કોન મંદિર તરફ આવતા ચાર માર્ગો પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
જન્માષ્ટમી નિમિત્તે ગોત્રી હરિનગર ખાતે ઇસ્કોન મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થતા હોય છે. આ પ્રસંગે લોકોને અગવડ ના પડે તે હેતુસર પોલીસ દ્વારા ચાર રસ્તા વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. હરિનગર બ્રિજ નીચેથી ઇસ્કોન મંદિર થઇ ઇસ્કોન સર્કલ જઇ શકાશે નહીં. ઇસ્કોન સર્કલથી ઇસ્કોન મંદિર થઇ હરિનગર બ્રિજ તરફ જઇ શકાશે નહીં,શ્યામબાગ સોસાયટી ત્રણ રસ્તાથી ઇસ્કોન મંદિર તરફ જઇ શકાશે નહીં. તેમજ પ્રથમ એવન્યૂ ચાર રસ્તાથી ઇસ્કોન મંદિર તરફ જઇ શકાશે નહીં.