Get The App

સુરતના BRTS રોડમાં ખાનગી વાહનોનું દૂષણ યથાવત : ડુંભાલ BRTS રૂટમાં ખાનગી વાહનો ઘૂસી જતા ટ્રાફિકજામ, કલાકો સુધી જામ

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
સુરતના BRTS રોડમાં ખાનગી વાહનોનું દૂષણ યથાવત :  ડુંભાલ BRTS રૂટમાં ખાનગી વાહનો ઘૂસી જતા ટ્રાફિકજામ, કલાકો સુધી જામ 1 - image


Surat BRTS : બીઆરટીએસ રૂટમાં ફરી એકવાર ખાનગી વાહનને કારણે ટ્રાફિકની સમસ્યા ભારે વકરી હતી. સુરતના ડુંભાલ વિસ્તારમાં બીઆરટીએસ રોડમાં બે બસ વચ્ચે સંખ્યાબંધ વાહનો આ રૂટમાં એક બસ બંધ પડી જતા તેની પાછળ બીજી બસ આવી હતી. આ બે બસ વચ્ચે મોટી સંખ્યામાં વાહનો ફસાયા હતા તેમને બહાર નીકળવા ભારે મુશ્કેલી પડી હતી. આને થોડું બહાર નીકળતા ટ્રાફિક સમસ્યા પર માઠી અસર થઈ હતી.

સુરત પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો અટકાવવા સ્વીંગ ગેટના બદલે બીઆરટીએસ કોરીડોરમાં ગેરકાયદે વાહન અટકાવવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે અને ઉધના વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થયો છે. 

સુરતના BRTS રોડમાં ખાનગી વાહનોનું દૂષણ યથાવત :  ડુંભાલ BRTS રૂટમાં ખાનગી વાહનો ઘૂસી જતા ટ્રાફિકજામ, કલાકો સુધી જામ 2 - image

બીઆરટીએસ રોડમાં ખાનગી વાહનોને ન પ્રવેશવા માટે જાહેરનામું બહાર પડ્યું છે પરંતુ સુરતીઓને આ જાહેરનામાનો કોઈ ડર જ નથી એવું લાગી રહ્યું છે. આજે બપોરે પિક અવરમાં ડુંભાલ જળ વિતરણ મથકથી ડુંભાલ ગામ તરફ જતા બીઆરટીએસ રૂટમાં સંખ્યાબંધ ખાનગી વાહનો ઘૂસી ગયા હતા. જોકે આ રૂટમાં એક બસ આગળ બંધ પડી ગઈ હતી. અને બીજી બસ રૂટમાં આવી ગઈ હતી. આ બે બસ વચ્ચે સંખ્યાબંધ વાહનો પણ ફસાઈ ગયા હતા. 

સુરતના BRTS રોડમાં ખાનગી વાહનોનું દૂષણ યથાવત :  ડુંભાલ BRTS રૂટમાં ખાનગી વાહનો ઘૂસી જતા ટ્રાફિકજામ, કલાકો સુધી જામ 3 - image

બીઆરટીએસ રૂટ વચ્ચે મુસાફરોને બહાર નીકળવા માટે આપેલા ગેપ માંથી આ વાહનો નીકળવાનો પ્રયાસ કરતા હતા જેના કારણે મુખ્ય માર્ગ પર ચાલતો ટ્રાફિક પણ અવરોધાયો હતો. જેને કારણે આખા રૂટ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.


Tags :