Gujarat

વડોદરા પોલીસ અને RTOના પાપે સોમા તળાવ પાસે ખાનગી વાહનોનો અડિંગો : ટ્રાફિક જામની સમસ્યા

By GS TEAM
14 Jul 20251 min read
TukuTouch Logo
ટ્રાફિક પોલીસ, આરટીઓ અને પાલિકા તંત્રના પાપે ગેરકાયદેસર વાહનો તથા લારી, ગલ્લા, પથ્થરાના દબાણના કારણે આજુબાજુ રહેતા અને વ્યવસાય કરનારાઓને ભારે તકલીફ પડી રહી છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસ અને RTOના પાપે સોમા તળાવ પાસે ખાનગી વાહનોનો અડિંગો : ટ્રાફિક જામની સમસ્યા

Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલા સોમા તળાવ પાસેના એસટી બસ સ્ટોપ પોઈન્ટ પર બારે મહિના ખાનગી વાહન ચાલકોનો અડીંગો હોય છે, તેઓ આ માર્ગ પર ડભોઇથી છોટાઉદેપુર અને પંચમહાલ સુધીના મુસાફરોને લઈ બેરોકટોક ફરી રહ્યા છે. અહીં ટ્રાફિક પોલીસ, આરટીઓ અને પાલિકા તંત્રના પાપે ગેરકાયદેસર વાહનો તથા લારી, ગલ્લા, પથ્થરાના દબાણના કારણે આજુબાજુ રહેતા અને વ્યવસાય કરનારાઓને ભારે તકલીફ પડી રહી છે.

ટ્રાફિક પોલીસ બે, ચાર ખાનગી વાહન ચાલકોને મેમો આપી સંતોષ માને છે. પરંતુ ઊભી થતી દૈનિક ટ્રાફિકની સમસ્યા હલ કરી શકવામાં અસમર્થ રહે છે! છાશવારે સમગ્ર માર્ગ પર અકસ્માતના બનાવો અને તેને કારણે મૃત્યુ થવાની ઘટના પણ બની રહી છે પરંતુ તંત્રના પાપે આવી ઘટના અટકી રહી નથી.

આ મામલે વારંવાર પોલીસ વિભાગને વિવિધ માધ્યમ દ્વારા ફરિયાદ આવે છે પરંતુ હપ્તાખોર કર્મચારીઓ અહીં આકાર પામેલું ટેક્સી સ્ટેન્ડ હવે ખસવા દેતા નથી.