પલાસવાડા રેલવે ફાટકના કારણે વારંવાર ટ્રાફિક જામની સર્જાતી સમસ્યા

વડોદરાથી કેવડિયા કોલોની તરફ જતા સ્ટેટ હાઇવે ઉપર વડોદરા અને ડભોઇ વચ્ચે આવેલી પલાસવાડા રેલવે ફાટકના કારણે લાંબો ટ્રાફિક જામ રોજેરોજ સર્જાય છે. આ ટ્રાફિકમાં અનેક વાહનો કલાકો સુધી અટવાઈ જતા લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
મહત્વની વાત એ છે કે આજે બપોરે રાજ્યના પોલીસ વડા પણ કેવડિયા કોલોની ખાતે જવા નીકળ્યા હતા તેઓ પણ ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા ભારે ટ્રાફિકજામના કારણે વાહનચાલકોમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો પલાસ વાળા ફાટક આગળ પણ ટ્રાફિકની વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા એવું જાણવા મળ્યું હતું કે પલાસ વાળા ફાટક પાસે રીપેરીંગ કામ ચાલતું હોવાથી ત્યાં આવી રીતે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં કેવડિયા કોલોની ખાતે જતા હોય છે અથવા પોતાના વતનમાં જવા માટે નીકળ્યા હોય તેવા સમયે જ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને વહનચાલકોના કલાકો આ ટ્રાફિક જામમાં બગડે છે એટલું જ નહીં પેટ્રોલ ડીઝલનો પણ વ્યય થતો હોય છે પોલીસે જણાવ્યું હતું કે ટ્રાફિકજામ અટકાવવા માટે કેટલીક પોલીસ હોય છે તેમ છતાં પણ ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોય છે.

