Get The App

વડાપ્રધાનના રોડ શો માટેના વાહનોને કારણે હરણી-વારસિયા રોડ પર ચક્કાજામ

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
વડાપ્રધાનના રોડ શો માટેના વાહનોને કારણે હરણી-વારસિયા રોડ પર ચક્કાજામ 1 - image
symbolic

વડોદરાઃ વડાપ્રધાનના રોડ શો માટે યોજાયેલા કાર્યક્રમ માટે લોકોને  વાહનોમાં લાવવામાં આવ્યા તે દરમિયાન હરણી-વારસિયા રિંગ રોડ પર ચક્કાજામ થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે વડોદરામાં ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાના  દરમિયાન યોજાયેલા રોડ શો માં હાજરી આપવા માટે લોકો માટે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

જે દરમિયાન હરણી-વારસિયા રિંગ રોડ પર ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી અને તેને કારણે એક થી દોઢ કિમી સુધી ચક્કાજામની સ્થિતિ સર્જાતાં વાહનચાલકો અડધો કલાકથી વધુ સમય સુધી અટવાયા હતા.

આસપાસની સોસાયટીઓમાંથી નીકળવા જતા અનેક લોકોને પણ હેરાન થવાનો વખત આવ્યો હતો.જ્યારે,નોકરિયાતો નો પણ ખાસ્સો સમય વ્યય થયો હતો.પોલીસે સ્થિતિ સંભાળતાં વાહનવ્યવહાર પૂર્વવત્ બન્યો હતો. 

વારસિયાવારસિયા રિંગ રોડ પર ડ્રેનેજની કામગીરીને કારણે ચોમાસામાં સ્થિતિ વકરશે

વારસિયા રિંગ રોડ પર લાંબાસમયથી ડ્રેનેજની કામગીરી ચાલતી હોવાથી ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ વકરે તેવી દહેશત સેવાઇ રહી છે.

ચોમાસામાં હરણી-વારસિયા રિંગરોડ પર પાણી ભરાવાની સમસ્યા લાંબા સમયથી હલ થતી નથી.હાલમાં આ રોડ પર ઘણા સમયથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે.જેને કારણે વન વે હોવાથી ઓફિસના સમય દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોયછે.

વરસાદ દરમિયાન અહીંસ્થિતિ વધુ વિકટ બને તેમ હોવાથી અત્યારથી તંત્ર દ્વારા પગલાં લેવા જોઇએ તેવી માંગ થઇ રહી છે.

Tags :