તહેવાર ટાણે ટ્રાફિકજામ... અમદાવાદને જોડતા મોટા ભાગના રસ્તા પર વાહનોની લાંબી કતાર
Ahmedabad News : આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે. ત્યારે અમદાવાદમાં વસતા લોકો પોતાના વતન જવા માટે નિકળ્યા છે. બીજી તરફ રક્ષાબંધનને લઈને લોકો ખરીદી માટે પણ નિકળ્યા છે. જેને લઈને અમદાવાદના એસપી રિંગરોડ અને એસજી હાઈવેમાં ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા છે. જેમાં અમદાવાદ-મહેસાણા હાઇવે, અમદાવાદ-આણંદ હાઇવે, કલાકો સુધી ભયંકર ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે પરિવહન કરતાં અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. તહેવાર ટાણે ટ્રાફિક પોલીસના ટ્રાફિક નિયમનના અભાવે અનેક વાહનચાલકો અને મુસાફરી ફસાયા હતા. જણાવી દઈએ કે, અમદાવાદ સિવાય રાજકોટ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.
આજે (8 ઓગસ્ટ) અમદાવાદના 132 ફૂટ રિંગરોડ પર દરેક સર્કલ પર VIP બંદોબસ્ત જોવા મળ્યો છે. તેમ છતાં તહેવારમાં આગલા દિવસે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને આવી જ સ્થિતિ દરેક તહેવારોના સમયે જોવા મળતી હોય છે. ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાથી લોકોને હવે ટેવ પાડવી પડશે તેવું લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, આજે તહેવારના કારણે અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના વિસ્તારોમાંથી લોકો પોતાના વતને જવા નીકળ્યા છે. આ દરમિયાન ગુજરાત વાહન વ્યવહાર નિગમે રજાઓ અને તહેવારને ધ્યાને રાખીને રાજ્યના અલગ-અલગ સ્પેશિયલ રૂટ પર વધારાની 800 જેટલી બસ મૂકવામાં આવી છે.
ઇસ્કોન ક્રોસ રોડ એસજી હાઈવે પર ટ્રાફિકજામ
રાજકોટ-સૌરાષ્ટ્ર જવા માટે ઇસ્કોન ક્રોસ રોડ પર લોકોનો મેળાવડો જોવા મળ્યો છે. લોકો રક્ષાબંધનને લઈને પોતાના ઘરે જવા માટે વાહનની રાહ જોતા નજરે પડ્યા છે.
VIP તો ઠીક પણ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો લાયસન્સ, પીયુસી અને ઇન્સોરન્સ હેલ્મેટ સીટ બેલ્ટના નામે ઉઘરાણા કરવામાં આખી ટ્રાફિક પોલીસ જાણે વ્યસ્ત લાગે છે. ટ્રાફિક પોલીસનું કામ જાણે ટ્રાફિક નિયમનનું રહ્યું જ નથી. સંપૂર્ણ રીતે ટ્રાફિક વિભાગની બેદરકારી જોવા મળી રહી છે.
આણંદ- અમદાવાદ હાઇવે બે કલાક ટ્રાફિકજામ


