જામનગર-લાલપુર બાયપાસ નજીક ડાઈવર્ઝન પાસે ખાતર ભરેલો ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામ સર્જાયો : પોલીસ તંત્રની કવાયત
Jamnagar Accident : જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે નવા ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે વાહનની અવરજવર માટે લાલપુર બાયપાસના માર્ગ પર ડાયવર્ઝન કાઢવામાં આવ્યો છે. અને ત્યાંથી વાહનો પસાર થાય છે.
ત્યારે આજે સવારે ડાયવર્ઝન પાસેથી પસાર થઈ રહેલો ખાતર ભરેલો એક ટ્રક એકાએક પલટી મારી ગયો હતો, જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. ડાયવર્ઝનના કારણે ગોળાઇમાં ટ્રકનું બેલેન્સ રહ્યું ન હતું, અને પલટી મારી ગયો હતો અને તેમાં ભરેલો ખાતરનો જથ્થો પણ માર્ગ પર ઢોળાયો હતો. તેથી ડાયવર્ઝન પાસેનો વાહન વ્યવહાર થંભી ગયો હતો, અને પોલીસ તંત્રને ભારે કવાયત કરવી પડી હતી.
જોકે સદભાગ્ય આ અકસ્માતના બનાવમાં કોઈને જાનહાનિ થઈ નથી. પરંતુ વાહન વ્યવહાર અવરોધાયો હોવાથી ભારે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.