Gujarat
રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન
By GS TEAM
10 Feb 20261 min read

વડોદરા,શિવરાત્રિના દિવસે નીકળનારી શોભાયાત્રાના પગલે તેના રૃટ પર નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે.
આગામી ૧૫ મી તારીખે નીકળનારી શિવજીની સવારી બપોરે સાડા ત્રણ વાગ્યે વાડી રણમુક્તેશ્વર મહાદેવ મંદિરેથી નીકળીને વિહાર સિનેમા, નાની શાકમાર્કેટ, ચોખંડી ચાર રસ્તા, ગેંડીગેટ દરવાજા, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, રાજમહેલ રોડ, ખંડેરાવ માર્કેટ, દાંડિયાબજાર, મહારાણી સ્કૂલ ત્રણ રસ્તા, પ્રતાપ સિનેમા, ગાંધીનગર ગૃહ, જ્યુબિલી બાગ, ટાવર રોડ, કોઠી ચાર રસ્તા, ફૂલબારી નાકા થઇ કૈલાસપુરી આવી પૂર્ણ થશે. યાત્રાના રૃટ પર બપોરે એક વાગ્યાથી યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી તમામ વાહનોના પાર્કિંગ માટે મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ રૃટના માર્ગ તરફ આવતા તમામ રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.








