Gujarat

રતનપુરા ગામ નજીકના બ્રિજની સલામતીને લઇ ટ્રાફિક ડાયવર્ઝન

By GS TEAM
24 Jul 20252 mins read
રતનપુરા ગામ નજીકના બ્રિજની સલામતીને લઇ ટ્રાફિક ડાયવર્ઝન

- ઉમરેઠા- હમીદપુરા ચોકડીથી રતનપુરા ગંગાપુરા ભાલેજ હાઇવે પર 

- બ્રિજ પર ટુ- વ્હીલર અને રાહદારીઓ અવરજવર કરી શકશે, વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા

આણંદ : ઉમરેઠ- હમીદપુરા ચોકડીથી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ રાજય ધોરીમાર્ગ પર રતનપુરા ગામ પાસેના પુલ પર સલામતીના ભાગરૂપે તા. ૧૫ જુન ૨૦૨૬ સુધી ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ બ્રિજ પરથી ટુ- વ્હીલર અને રાહદારીઓજ અવરજવર કરી શકશે. જયારે અન્ય વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા છે. 

ઉમરેઠ- હમીદપુરા ચોકડીથી રતનપુરા- ગંગાપુરા- ભાલેજ હાઇવેના રતનપુરા ગામ પાસેના બ્રિજના સલામતીના હેેતુથી ટુ- વ્હીલર સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ મુકીને અને ટ્રાફિકના વૈકલ્પિક રસ્તા પર ડાયવર્ટ અંગેનું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યું છે. 

જેમાંં હમીદપુરા ચોકડીથી રતનપુરા ગામ તરફ જતો તમામ વાહન વ્યવહાર અને રતનપુરા ગામથી હમીદપુરા ચોકડી તરફ આવતો તમામ વાહન વ્યવહાર પર રોક લગાવવામાં આવી છે. 

વૈકલ્પિક માર્ગમાં હમીદપુરા ચોકડીથી રતનપુરા ગામ તરફ જતો વાહન વ્યવહાર ઉમરેઠ- ઓડ ચોકડી- ડાકોર નડિયાદ હાઇવે પર, પરવટા બસ સ્ટેન્ડથી ડાબી બાજુ વળી ઓડ પરવટા રોડ પર ગમનપુરા ગામ થઇ રેલવે ફાટક ક્રોસ કરી તરત જમણી બાજુ વળી રતનપુરા ગામ જઇ શકાશે.

આ ઉપરાંત રતનપુરા ગામથી હમીદપુરા ચોકડી તરફ આવતો તમામ વાહન વ્યવહાર, રતનપુરાથી રતનપુરા ભાલેજ રોડ પર ગમનપુરા રેલવે ફાટકથી જમણી બાજુ વળી ઓડ પરવટા રોડ પર ગમનપુરા ગામ થઇ આગળ ડાકોર- નડિયાદ માર્ગ પર પરવટા બસ સ્ટેન્ડથી જમણી બાજુ વળી ઓડ ચોકડી- ઉમરેઠ જઇ શકાશે. આ આદેશનો ભંગ કરવાને કાયદાની જોગવાઇને આધિકન શિક્ષા કરાશે.