માંડલમાં મહોરમ પર્વની ઉજવણી પરંપરાગત તાજીયા જુલુસ નીકળ્યા
માંડલઃ રવિવારે અમદાવાદ ગ્રામ્યમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરાઈ હતી. માંડલમાં શનિવારની રાત્રે ગઢના ચોકમાં તાજીયા બહાર લાવવામાં આવ્યા હતાં અને મુસ્લિમ યુવાનો દ્વારા તાજીયાની ફરતે અખાડા રમ્યાં પણ હતાં તેમજ આજે રવિવારે માંડલના ગઢના ચોકથી લઈ ગરાસિયા નાકા અને બાવીસી બજાર, મેઈન બજારમાં તાજીયા સાથે જુલુસ નીકળ્યું હતું અને સાંજના સમયે ઠંડા કરવામાં આવ્યાં હતાં. આ તાજીયાના હિન્દુ ભાઈઓ પણ દર્શન કરવા પહોંચ્યા હતાં.