દેવામાંથી બહાર નીકળવાની લાલચ આપી બોડેલીના અનાજના વેપારી સાથે ટોળકીએ 30 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી.
બોડેલીમાં ભગતવાડીની પાછળ આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા નિલેશ ઓમપ્રકાશ અગ્રવાલે શિનોર પોલીસ સ્ટેશનમાં ગોપીનાથ બાબા ઉર્ફે ઐયુબ બેલીમ (રહે.પાનસોરા તાલુકો ઉમરેઠ) અને નાનાકરાડા ગામમાં રહેતા ઝાકીરભાઈ, દક્ષેશ ઠાકર અને ભૌમિક ઠાકર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું અનાજ કરિયાણાનો વેપાર કરું છું શીનોર તાલુકાના નાનાકરાળા ગામના ઝાકીરભાઈ, દક્ષેશભાઈ અને ભૌમિક પાસેથી હું ખેત પેદાશોની વસ્તુઓ મકાઈ સહિત ખરીદી કરતો હોવાથી તેઓને ઘણા વર્ષોથી ઓળખું છું એક મહિના પહેલા ઝાંકેીરે મને જણાવેલ કે મારા ઉપર લેણું થઈ ગયું હતું અને ગોપીનાથ બાબાએ મારું કામ કરી આપ્યું હતું તેણે મને જણાવેલ કે ગોપીનાથ બાબા તારું કામ કરી આપશે તું મારા પર વિશ્વાસ રાખ અને કામ કરાવી લે દક્ષેશ પણ મને કહેતો કે ઝાકીરનું કામ થઈ ગયું છે તું પણ કરાવી લે રૂપિયા ડબલ કરી આપવાનું કહી મને દેવામાંથી બહાર કાઢવાની વાત કરી હતી અને ગોપીનાથબાબા સાથે સંપર્ક કરાવ્યો હતો.
ગોપીનાથબાબાનો મેં સંપર્ક કરતા તેમણે મારું કામ થઈ જશે તેવી બાહેધરી આપી લાભ પાંચમ સુધી હું કહું તે પ્રમાણે વિધિ કર તેમ જણાવી અને આ વિધિની વાત તારે કોઈને કહેવાની નથી એમ પણ કહ્યું હતું લાભ પાંચમ સુધી મેં ગોપીનાથબાબાના કહેવા મુજબ વિધિ કરી હતી ત્યારબાદ તારીખ 3 ના રોજ બાબાને ફોન કરેલ અને બાબાએ મને કહેલ હું તને ફોન કરું ત્યારે ડભોઇ લેવા આવજે તારા ઘરે એક વિધિ કરવાની છે બાદમાં બીજા દિવસે હું ડભોઇ બાબાને લઈને મારા ઘેર બોડેલી આવ્યો હતો તેમને મને જણાવેલ કે આપણે સેગવા ચોકડીથી પોઈચા રોડ જવાનું છે ત્યાં મારો સામાન લઈને મારો માણસ આવી જશે તેને રૂપિયા 30 લાખ તું આપી દેજે નર્મદા નદીએ વિધિ કરવી પડશે અમે મારી ગાડીમાં રૂપિયા 30 લાખ રોકડ લઈને બાબાને સાથે રાખી નીકળ્યા હતા. રસ્તામાં એમનો માણસ મળતા 30 લાખનો થેલો આપી દીધો હતો બાદમાં અમે પરત આવતા હતા ત્યારે પોઇચા બ્રિજ ઉપરથી નારિયેળ અને ચુંદડી નર્મદા નદીમાં નંખાવી દીધા બાદ બેટા તેરા કામ હો જાયેગા અબ આગે ગાડી જાને દે તેમ કર્યું હતું.
પોઇચા બ્રિજથી એક કિલોમીટર આગળ ગયા બાદ પોલીસના માણસોએ ગાડી રોકી પૂછપરછ કરી હતી અને ગોપીનાથબાબાનો સામાન ચેક કરતા તેમાં ગાંજા જેવું છે પોલીસ સ્ટેશન ગાડી લઈ લો એમ કહી તેઓ મારી ગાડીમાં બેસી ગયા હતા અને મને જણાવેલ કે તમે કોને ઓળખો છો? મેં જણાવેલ કે નાના કરાડાના દક્ષેશને ઓળખું છું તેમ કહી તેની હોટલ ઉપર પોલીસને લઈ ગયો હતો બાદમાં પોલીસના માણસો મને હોટલ પાછળ લઈ ગયા હતા અને લાકડી મારી તું પણ બાબા સાથે સામેલ છે તેમ કહી પટાવટ કરવી હોય તો એક લાખ આપવા પડશે તેમ જણાવેલ બાદમાં ગોપીનાથ બાબાએ કહ્યું હતું કે હું તો જેલમાંથી છૂટી જઈશ તું અહીંથી નીકળી જા, બાદમાં મને જાણ થઈ હતી કે મારી સાથે ઠગાઈ થઈ છે.


