દુકાનનો સામાન ખરીદી ઘેર જતા વેપારીનું અકસ્માતમાં મોત
Image Source: Freepik
- પાદરા પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત : બેભાન અવસ્થામાં જ વેપારી મોતને ભેટ્યો
વડોદરા તા. 13 ઓગષ્ટ 2023, રવિવાર
પાદરા તાલુકાના દાજીપુરા ગામમાં રહેતા દિલીપસિંહ દિપસિંહ પઢિયાર ઉંમર વર્ષ 56 ગામમાં પરચુરણ સામાનની દુકાન ધરાવે છે તારીખ 11 ના રોજ સવારે તેઓ બાઈક લઈને પાદરા ગયા હતા અને દુકાનનો સામાન ખરીદીને ઘેર પરત આવતા હતા તે વખતે પાદરાથી જાસપુર જવાના રોડ પર સ્મશાન સામે બાઈક અચાનક સ્લીપ થઈ જતા દિલીપસિંહને ગંભીર ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ બેભાન અવસ્થામાં જ રાત્રે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા નિમેષસિંહે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.