Jamnagar Liquor Case : જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગઈકાલે રાત્રે પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા એક વેપારીને ઝડપી લીધો છે, અને તેની પાસેથી 4 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરી છે.
જામજોધપુરમાં ઠકકરબાપા રોડ પર જૈન દેરાસરની બાજુમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા પરેશ નાનજીભાઈ રાજાણી નામના વેપારી ગઈકાલે જૂની સેન્ટ્રલ બેન્ક રોડ પરથી ઇંગ્લિશ દારૂ સાથે પસાર થઈ રહ્યા હતા, જેને જામજોધપુર પોલીસે ઝડપી લીધા હતા, અને તેની પાસેથી ચાર નંગ ઇંગ્લિશ દારૂની બોટલો કબજે કરી લઇ તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.


