Get The App

યુરોપની જેમ અમેરિકા સાથે પણ ભારત ગીવ એન્ટ ટેકનું વલણ અપનાવે તો ટ્રેડ ડીલ શક્ય

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
યુરોપની જેમ અમેરિકા સાથે પણ ભારત ગીવ એન્ટ ટેકનું વલણ અપનાવે તો ટ્રેડ ડીલ શક્ય 1 - image

વડોદરાઃ આપણી સરકાર ઉદ્યોગોનું વધારે પડતું રક્ષણ કરી રહી છે.તેનાથી આપણે ઉદ્યોગોની નબળાઈને પ્રોત્સાહન આપી રહ્યા છે.જો બહારના ઉદ્યોગોની  પ્રોડકટસ માટે દરવાજા ખોલવામાં આવશે તો સ્પર્ધા વધશે અને ઉદ્યોગો મજબૂત બનશે.યુરોપિયન યુનિયન સાથેની ટ્રેડ ડીલને જોતા સરકારને હવે અહેસાસ થઈ રહ્યો છે કે, બહારની પ્રોડકટસ પર વધારે પડતો ટેરિફ નાંખીને દેશનું ભલું નથી થઈ રહ્યુ તેમ વર્તમાન સરકારમાં ૨૦૧૭થી ૨૦૧૯ સુધી ફાઈનાન્સ  સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂકેલા સુભાષચંદ્ર ગર્ગે કહ્યું હતું.

પારુલ લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે આવેલા સુભાષચંદ્ર ગર્ગે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, અમેરિકા સાથેની ડીલ અટકી જવાથી બીજા દેશો સાથેની ડીલમાં આપણે ગીવ એન્ડ ટેક...ની નીતિ અપનાવી રહ્યા છે.અમેરિકા સાથેની ડીલ કૃષિ ક્ષેત્રના મુદ્દે અટકી રહી છે.આપણે ખેડૂતોને રક્ષણ આપવાના નામ પર જે પ્રકારનો એટિટયુડ અપનાવ્યો છે તે આપણા હીતમાં નથી.કૃષિ ક્ષેત્ર માટે ભારતનીકેટલીક માગણીઓ વ્યાજબી  નથી.યુરોપની જેમ અમેરિકા સાથે પણ ગીવ એન્ટ ટેકનું વલણ ભારત અપનાવે તો અમેરિકા સાથે પણ ડીલ શક્ય છે.સુભાષચંદ્ર ગર્ગે કહ્યું હતું કે, ડોલર સામે રુપિયાના થઈ રહેલા ધોવાણના કારણે ભારત માટે ચાર ટ્રિલયન ડોલરની ઈકોનોમી બનવાનું લક્ષ્ય પણ દૂર જતું રહ્યું છે.સાથે સાથે તેમણે કહ્યું હતું કે, એઆઈના યુગમાં જ્યારે આખે આખી ફેકટરીઓનું રોબોટ સંચાલન કરી રહ્યા છે ત્યારે ભારતે રમત-ગમત, મનોરંજન, ટ્રાવેલિંગ અને પર્સનલ સર્વિસના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરુર છે.આ ક્ષેત્રોમાં રોજગારીની અઢળક તકો ઉભી થઈ રહી છે અને થશે.