Vadodara Corporation Street Vendor Policy : સ્ટ્રીટ વેલ્ડર પોલિસીની ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે થયેલી ઉગ્ર ચર્ચા દરમિયાન સમગ્ર મામલે વધારે વિવાદ ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્પષ્ટતા કરી હતી કે, હાલ જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવા જઈ રહ્યા છે તેમાં લારી, ગલ્લાને રેગ્યુલરાઈઝ કરવાની દરખાસ્ત છે.
ભવિષ્યમાં ફરી ટાઉન પ્લાનિંગ કમિટી બનાવવામાં આવશે ત્યારે પોલીસી એપ્રુવલ થશે. તે સમયે બાકી રહેતા તમામ મુદ્દા આવરી લેવામાં આવશે. પોલીસી લાગુ થશે તો જ હોકિંગ અને નોન હોકિંગ અંગે ખબર પડશે. જ્યાં સુધી સુરસાગર પાસે લારી ગલ્લા હટાવવાનો મામલો છે તેમાં કોઈપણ હેરિટેજ સ્ટ્રક્ચરથી 20 મીટર સુધી કોઈ દબાણ ન થઈ શકે તેવી ગાઇડલાઇન છે, તે બાબતને ધ્યાનમાં લઇને સુરસાગર પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.


