- અંબાવ ચોકડી- રેલવે ફાટકે પોલીસ ગોઠવાઈ
- બે રજા હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનું ગળતેશ્વર મહાદેવના દર્શન કરી પાવાગઢ તરફ પ્રયાણ
ઠાસરા : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા ઐતિહાસિક ગળતેશ્વર મહાદેવના દર્શનાર્થે અને મહીસાગર નદીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. સરકારી કચેરીઓમાં બીજા શનિવાર અને રવિવારની બે રજાઓનો લાભ લોકો સહેલગાહે નીકળ્યા હતા. મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને સ્નાનનો લહાવો લેવા અને ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા હજારોની સંખ્યામાં પર્યટકો ઉમટયા હતા. ગળતેશ્વરથી પાવાગઢ જવા- આવવા માટેનો ટૂંકો રસ્તો હોવાથી યાત્રિકો ગળતેશ્વર દર્શન કરી નદીમાં સ્નાનનો લ્હાવો લઈ પાવાગઢ તરફ જતા નજરે પડયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેવાલિયા પોલીસ અને સરનાળ ગ્રામ પંચાયતના સહકારથી બંદોબસ્ત ગોઠવાયો હતો. અંબાવથી ગળતેશ્વર અને અંબાવ ચોકડી રેલવે ફાટક સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો.


