Gujarat

ડાંગમાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રનું ઍલર્ટ, પર્યટકો-નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત થયેલા આંકડા મુજબ, 18 જૂન, 2025ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન જિલ્લામાં સરેરાશ 92.33 મિ.મી વરસાદ નોંધાયો છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને સાવચેતી રાખવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડાંગમાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રનું ઍલર્ટ, પર્યટકો-નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ

Dang Rain : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત થયેલા આંકડા મુજબ, 18 જૂન, 2025ના રોજ સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા દરમિયાન જિલ્લામાં સરેરાશ 92.33 મિ.મી વરસાદ નોંધાયો છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને સાવચેતી રાખવા અપીલ કરી છે. 

વરસાદી માહોલ વચ્ચે જિલ્લા વહીવટી તંત્રનું એલર્ટ

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે, ત્યારે ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની પ્રાકૃતિક સુંદરતા માણવા આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, નદી, નાળા, કોતરો, જળધોધમાં ઉતરવું નહીં અને ખીણ પ્રદેશ, ડુંગરો, વન્યજીવો સાથે જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી ન કરવી. આ સાથે જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક ન કરવા. 


વધુમાં તંત્રએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, વરસાદી વહેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો પરથી પસાર ન થવું. ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ ન કરવો. કાયદો વ્યવસ્થા જાળવતા લશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવો. તેમજ જિલ્લા વહીવટી તંત્રએ સૌને યોગ્ય રીતે પ્રાકૃતિક નજારાને માણવા અને પ્રજાધર્મ નિભાવી વિશેષ જાગૃતિ દાખવવા અપીલ કરી છે.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, હવે ઉત્તર ગુજરાતમાં પણ થશે મેઘમહેર

તાલુકાવાર વરસાદની સ્થિતિ

આહવા: 121 મિ.મી

વઘઈ: 70 મિ.મી

સુબીર: 86 મિ.મી