મ્યુનિસિપલ તંત્રનો આકરો નિર્ણય, પાલતુ કૂતરાંનું રજિસ્ટ્રેશન નહીં હોય તો પાણી-ગટર જોડાણ કાપી નંખાશે
પાલતુ કૂતરાં પકડી શેલ્ટરહોમમાં રખાશે, માલિક સામે કાર્યવાહી કરાશે
અમદાવાદ,ગુરુવાર,15 મે,2025
હાથીજણમાં બનેલી ઘટના પછી પાલતુ કૂતરાં રાખવા મ્યુનિસિપલ
તંત્રે આકરો નિર્ણય કર્યો છે. પાલતુ કૂતરાં રાખવા માટે રજિસ્ટ્રેશન નહીં કરાવનારા
પેટ ઓનર્સના ઘર કે ઓફિસના પાણી અને ગટરના જોડાણ કાપી નંખાશે. રજિસ્ટ્રેશન વગરના
પાલતુ કૂતરાંને પકડી શેલ્ટર હોમમાં રખાશે. માલિક સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી
કરાશે.
અમદાવાદમાં એક જ દિવસમાં ૩૯૭ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન
૨૯૭ પેટ ઓનર્સ દ્વારા કરાવાયુ છે.દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિવિધ
વોર્ડ વિસ્તારમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વગર પાલતુ કૂતરાં રાખનારા માલિકો સામે કડક
કાર્યવાહી કરવા મ્યુનિસિપલ તંત્રને સુચના આપવામાં આવી હતી.શહેરમાં હવે કુલ ૬૦૮૮
પાલતુ કૂતરાનુ રજિસ્ટ્રેશન માલિકો દ્વારા કરાવવામાં આવ્યુ છે. પાલતુ કૂતરાં
રાખવાને લઈ મ્યુનિસિપલ તંત્રે કરેલો નિર્ણય કેટલા અંશે સફળ થશે તે જોવુ રહયુ.કેમકે
એનિમલ ક્રુઆલીટી એકટ અંતર્ગત મ્યુનિસિપલ તંત્ર આ પ્રકારની કામગીરી કરી શકે કે કેમ
એ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.