ભૂજીયા કોઠા રેસ્ટોરેશન તેમજ નવા આઇકોનિક ફૂટ ઓવર બ્રિજ માટે કુલ 41 કરોડનો ખર્ચ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની ઐતિહાસિક ધરોહર એવા ભુજીયા કોઠાનો ફેઝ -1નું રેસ્ટોરેશન કાર્ય 95 ટકા પૂર્ણ થઈ ગયું છે. તેના માટે 23 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, અને જામનગર મહાનગર પાલિકા દ્વારા નગરની આ ઐતિહાસિક ધરોહર ભૂજીયા કોઠાને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટેનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ફેઈઝ- 2માં બીજો અઢાર કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, અને ભુજીયા કોઠા થી ખંભાળિયા ગેઇટ કે જેમાં ગઢની રાંગ તરીકે ઓળખાતી જૂની દીવાલ ઉપર રેસ્ટોરેસનનું કાર્ય હાથ ધરી લઈ પાથ-વે બનાવાઈ રહ્યો છે, જ્યારે ભૂજીયા કોઠાથી લાખોટા કોઠા સુધીનો આઇકોનીક ફૂટ ઓવર બ્રિઝ બનાવવામાં આવશે, તેના માટે 18 કરોડનો ખર્ચ મંજૂર થયો છે.
જે પૈકી ખંભાળિયા ગેઇટ તરફનો પાથ-વે ટુક સમય માંજ તૈયાર થઈ જશે, અને આગામી બે મહિના સુધીમાં જ નગર જનો માટેનું નવું નજરાણું ખુલ્લુ મુકવામાં આવશે, તેમ જાણવા મળી રહ્યું છે.








