કોરોનાના કુલ ૩૧ એકટિવ કેસ, અમદાવાદમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા વીસ કેસ નોંધાયા
ઉત્તર-પશ્ચિમ ઝોન વિસ્તારમાં સૌથી વધુ દસ, મધ્યઝોનમાં એક કેસ નોંધાયો
અમદાવાદ,શુક્રવાર,23 મે,2025
અમદાવાદમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા વીસ કેસ નોંધાયા
છે.ઉત્તર-પશ્ચિમ ઝોન વિસ્તારમાં સૌથી વધુ દસ તથા મધ્યઝોનમાં કોરોનાનો એક કેસ
નોંધાયો છે. શહેરમાં કોરોનાના હાલમાં કુલ ૩૧ એકટિવ કેસ છે.મે મહીનામાં કોરોનાના કુલ ૩૯ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કોરાનાનો કહેર ફરી જોવા મળી
રહયો છે. શહેરમાં મે મહીનામાં નોંધાયેલા કોરોનાના ૩૯ કેસ પૈકી ૮ કેસમાં ડિસ્ચાર્જ
અપાયો છે.જયારે ૩૧ એકટિવ કેસ છે.ઉત્તર-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ૧૦, દક્ષિણ ઝોન
વિસ્તારમાં ૧૦ કેસ કોરોનાના નોંધાયા છે. આ ઉપરાંત પશ્ચિમ ઝોન વિસ્તારમાં ૭ કેસ, દક્ષિણ-પશ્ચિમ , ઉત્તર અને પૂર્વ
ઝોન વિસ્તારમાં ઝોન દીઠ કોરોનાના બે કેસ નોંધાયા છે.મધ્ય ઝોન વિસ્તારમાં કોરોનાનો
એક કેસ નોંધાયો છે.