Get The App

જૂનમાં ધોધમાર વર્ષાએ 10 વર્ષનો રેકોર્ડ તોડયો, 49.81 ટકા વરસાદ

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
જૂનમાં ધોધમાર વર્ષાએ 10 વર્ષનો રેકોર્ડ તોડયો, 49.81 ટકા વરસાદ 1 - image


- ગત વર્ષની સરખામણીમાં બે ગણાંથી પણ વધુ મેઘમહેર થઈ

- ભાવનગર જિલ્લામાં 2016 માં 5.09 અને 2018 માં માત્ર 4.44 ટકા જ વરસાદ વરસ્યો હતો

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ઓણ સાલ જૂન માસમાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. જૂનમાં ધોધમાર વર્ષાએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ચોમાસાના આરંભે જ સિઝનનો ૫૦ ટકા વરસાદ વરસી જતાં શેત્રુંજી ડેમ સહિતના જળાશયો પાણીથી છલોછલ થઈ ગયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ઉમરાળા અને સિહોરમાં સૌથી વધુ ૭૦ ટકાથી પણ વધુ મેઘમહેર થઈ ચુકી છે.

ગોહિલવાડમાં વર્ષ ૨૦૧૫ બાદ નૈઋત્ય ચોમાસાના પ્રારંભિક તબક્કામાં ૫૦ ટકા જેટલો વરસાદ વરસ્યો હોય તેવું આ વર્ષે પ્રથમ વખત બન્યું છે. ગત વર્ષે ૨૧.૫૭ ટકાની સરખામણીએ આ વર્ષે જૂન માસમાં સરેરાશ ૪૯.૮૧ ટકા એટલે કે ૨૮.૨૪ ટકા વધુ વરસાદ વરસી ચુક્યો છે.આ વર્ષે જિલ્લામાં થયેલી મેઘમહેરમાં ૭૯.૮૦ ટકા (૪૯૦ મિ.મી.) સાથે ઉમરાળા તાલુકો મોખરે છે. ત્યારબાદ ૭૨.૭૧ ટકા (૪૬૯ મિ.મી.) સાથે સિહોર તાલુકામાં વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત વલ્લભીપુર તાલુકામાં ૫૯.૦૮ ટકા (૩૮૭ મિ.મી.), પાલિતાણા તાલુકામાં ૫૯.૦૫ ટકા (૩૫૯ મિ.મી.), મહુવા તાલુકામાં ૪૯.૭૧ ટકા (૩૪૨ મિ.મી.), ગારિયાધાર તાલુકામાં ૪૭.૮૨ ટકા (૨૧૯ મિ.મી.), જેસર તાલુકામાં ૪૭.૬૧ ટકા (૩૦૯ મિ.મી.), તળાજા તાલુકામાં ૩૬.૦૩ ટકા (૨૦૫ મિ.મી.), ઘોઘા તાલુકામાં ૨૫.૨૪ ટકા (૧૫૯ મિ.મી.) અને ભાવનગરમાં ૨૫ ટકા (૧૮૮ મિ.મી.) મેઘકૃપા થઈ છે. જૂન મહિનામાં જિલ્લામાં સરેરાશ ૩૧૨.૭ મિ.મી. (૪૯.૮૧ ટકા) વરસાદ વરસ્યાનું નોંધાયું છે.

જૂન-2025 માં 50.73 ટકા વરસાદ વરસ્યો હતો

ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૫ના જૂન માસમાં સાર્વત્રિક શ્રીકાર મેઘમહેરના કારણે સિઝનનો અર્ધોથી પણ વધુ ૫૦.૭૩ ટકા વરસાદ વરસી ગયો હતો. વર્ષ-૨૦૧૫ના જૂન માસના અંત સુધીમાં પાલિતાણામાં ૪૧૭ મિ.મી. (૭૫.૫૫ ટકા), ભાવનગરમાં ૪૦૬ મિ.મી. (૬૦.૬૩ ટકા), જેસરમાં ૩૨૯ મિ.મી. (૭૮.૩૩ ટકા), સિહોરમાં ૨૮૪ મિ.મી. (૪૫.૭૧ ટકા), ઉમરાળામાં ૨૭૬ મિ.મી. (૫૨.૭૬ ટકા) અને વલ્લભીપુરમાં ૨૭૪ મિ.મી. (૪૮.૪૭) ટકા, તળાજામાં ૨૫૮ મિ.મી. (૪૮.૩૨ ટકા), મહુવામાં ૨૫૬ મિ.મી. (૪૩.૪૭ ટકા), ઘોઘામાં ૨૧૭ મિ.મી. (૩૫.૯૨ ટકા) અને ગારિયાધારમાં ૧૭૨ મિ.મી. (૩૬.૬૧ ટકા) મળી જિલ્લામાં કુલ સરેરાશ ૨૮૯ મિ.મી. પાણી વરસ્યું હતું.

વર્ષ 2016 થી 2025 માં જૂન માસમાં પડેલો વરસાદ

વર્ષ

વરસાદ (ટકાવારીમાં)

૨૦૧૬

૦૫.૦૯

૨૦૧૭

૧૨.૨૭

૨૦૧૮

૦૪.૪૪

૨૦૧૯

૧૯.૯૭

૨૦૨૦

૨૨.૨૦

૨૦૨૧

૨૫.૩૩

૨૦૨૨

૦૮.૬૭

૨૦૨૩

૨૦.૪૪

૨૦૨૪

૨૧.૫૭

2025

49.81

Tags :