Gujarat

નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ

By GS TEAM
18 Aug 20251 min read
TukuTouch Logo
નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોરા ટોરા રાઈડ અચાનક પડી ભાંગતા 5 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી હતી. આ મામલો સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ

Navsari Tora Tora Ride Collapsed : નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોરા ટોરા રાઈડ અચાનક પડી ભાંગતા 5 લોકો  ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી હતી. આ મામલો સામે આવતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.   

રાઈડ સંચાલક પણ ઈજાગ્રસ્ત 

નવસારીના બીલીમોરામાં ગણદેવીના મંદિર ખાતે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા આ દુર્ઘટનામાં રાઇડ સંચાલક અને એક મહિલાના ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ પછીથી અન્ય ત્રણને પણ ઈજાઓ થયાની માહિતી સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.