Gujarat

વડોદરાના ન્યાય મંદિરની ફરતે લોખંડની જાળી લગાવવાની શરૂ કરતા ચર્ચાનો વિષય

By GS TEAM
10 Oct 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક ન્યાય મંદિરની ઇમારત ખાતે જ્યારથી કોર્ટ સંકુલ ખસેડવામાં આવ્યું છે ત્યારબાદ તેની જાળવણીનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અનેક ઐતિહાસિક ધરોહરની જાળવણી અંગે સવાલ ઉઠ્યા બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. ન્યાય મંદિરની આજુબાજુ લોકો પેશાબ કરી જાય છે અને આડેધડ પાર્કિંગ કરતા હોવાની ગંદકીના કારણે સમગ્ર ઈમારતની આજુબાજુ લોખંડની જાળીઓ લગાવવાની શરૂ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ન્યાય મંદિરની ફરતે લોખંડની જાળી લગાવવાની શરૂ કરતા ચર્ચાનો વિષય

વડોદરા શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક ન્યાય મંદિરની ઇમારત ખાતે જ્યારથી કોર્ટ સંકુલ ખસેડવામાં આવ્યું છે ત્યારબાદ તેની જાળવણીનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અનેક ઐતિહાસિક ધરોહરની જાળવણી અંગે સવાલ ઉઠ્યા બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. ન્યાય મંદિરની આજુબાજુ લોકો પેશાબ કરી જાય છે અને આડેધડ પાર્કિંગ કરતા હોવાની ગંદકીના કારણે સમગ્ર ઈમારતની આજુબાજુ લોખંડની જાળીઓ લગાવવાની શરૂ કરવામાં આવી છે. પરંતુ હવે આ જાળી કેટલી ટકે છે? તે જોવું રહ્યું. કારણ કે થોડા સમય પૂર્વે કોર્પોરેશને મંગળ બજારમાં પણ કેટલીક દુકાનોની બહાર લોખંડની જાળીઓ લગાવી હતી. એ હાલ ગાયબ થઈ ગઈ છે અને તે ક્યાં છે ? તેની પણ કોઈને ખબર નથી!