Get The App

તાંબુ મિક્સ કરેલા સોનાના દાગીના ગિરવે મૂકી લોન લીધી

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
તાંબુ મિક્સ કરેલા સોનાના દાગીના ગિરવે મૂકી લોન લીધી 1 - image


બેન્કે લોનધારક સામે ફરિયાદ નોંધાવી બેન્કના ઓડિટ દરમિયાન આરોપીનો ભાંડો ફૂટયો, રૂા. 8.65 લાખની લોન લીધી હતી

રાજકોટ, : તાંબુ મિક્સ કરેલા સોનાના દાગીના બેન્કમાં ગિરવે મૂકી આરોપી હશિતરાજ અશેષભાઈ ગોહેલ (રહે. શ્યામનગર શેરી નં. 1, રૈયા રોડ)એ ઠગાઇ કર્યાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

યુનિવર્સિટી રોડ પર મિલાપનગર શેરી નં. 1માં રહેતા અને એચડીએફસી બેન્કમાં ક્રેડીટ ઇન્ટેલીજન્સ એન્ડ કંટ્રોલ નામની પોસ્ટ પર નોકરી કરતા કેવલભાઈ કનેરિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૨૪ના જાન્યુઆરી માસમાં યાજ્ઞાીક રોડ પર આવેલી તેની બેન્કની શાખામાં આરોપીએ ગોલ્ડ લોન લેવા માટે અરજી કરી હતી. જેમાં દિલીપ પાટડિયાએ આરોપીએ રજૂ કરેલ બ્રેસલેટ અને સોનાના ચેનનું 219.100 ગ્રામ વજન થયાનું જણાવ્યું હતું. તેના વેલ્યુએશન રિપોર્ટના આધારે આરોપીને રૂા. 8.65 લાખની લોન આપવામાં આવી હતી. થોડા સમય પહેલા બેન્કમાં ઓડીટ આવ્યું હતું. જેથી નિયમ મુજબ આરોપીને બોલાવાયો હતો અને તેણે આપેલા સોનાના ચેન અને બ્રેસલેટની ચકાસણી કરાવાતા તેમાં મોટાભાગે તાંબુ મિક્સ કરાયાનું ખુલ્યું હતું. જેથી આરોપીને લોનના પૈસા ભરી જવા જણાવાયું હતું.  આમ છતાં આરોપીએ આજ સુધી પૈસા નહીં ભરતા તેના વિરૂધ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Tags :