Get The App

વડોદરામાં ફ્લોમીટરની કામગીરી કરવાની હોવાથી ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં કાલે સાંજે પાણી મળશે નહીં

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં ફ્લોમીટરની કામગીરી કરવાની હોવાથી  ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં કાલે સાંજે પાણી મળશે નહીં 1 - image


Vadodara : વડોદરા શહેરના ગાજરાવાડી પાણીની ટાંકી પર આવતી 450 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઇન પર બેસાડવાની કામગીરી કરવાની છે. જેથી આવતીકાલે તા.6મે, શુક્રવારે ટાંકીના સવારના ઝોનના વિતરણ કર્યા બાદ સાંજે 5.30થી 6.30 વાગ્યાના ઝોનનું પાણી વિતરણ કરી શકાશે નહીં તથા બીજા દિવસે તા.7મે, શુક્રવારે પાણી વિતરણ વિલંબથી અને ઓછા પ્રેશરથી કરવામાં આવશે. સ્થાનિકોએ પાણીનો સંગ્રહ અગાઉથી કરવા પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.

Tags :