વડોદરા કોર્પોરેશનમાં વ્યાવસાયિકોનો પ્રોફેશનલ ટેક્સ ભરવા કાલે છેલ્લો દિવસ
- 30 સપ્ટેમ્બર પછી બાકી વેરા પર કોર્પોરેશન વ્યાજ અને પેનલ્ટી વસૂલ કરશે
વડોદરા, તા. 29 સપ્ટેમ્બર 2020 મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોફેશનલ ટેક્સની આવકનો લક્ષ્યાંક ચાલુ વર્ષે આશરે 48 કરોડનો છે. દુકાનદારો અને ધંધાદારી જેવા વ્યવસાયિકો માટે પ્રોફેશનલ ટેક્સ ભરી દેવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં જે પ્રોફેશનલ ટેક્સ નહીં કરે તેની પાસેથી કોર્પોરેશન બાદમાં વ્યાજ અને પેનલ્ટી વસૂલ કરશે.
વડોદરાના 12 વહીવટી વોર્ડમાં વ્યવસાયિકોના 35147 ખાતા છે. જેમાંથી તારીખ 28 સુધીમાં 16422 ખાતા પાસેથી પ્રોફેશનલ ટેક્સ વસૂલ કરાયો છે. હજી 18725 ખાતાનો વેરો બાકી રહે છે. એટલે કે આશરે 47 ટકા જેટલી રિકવરી થઈ છે.
પગારદારો માટે પ્રોફેશનલ ટેક્સ ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે તારીખ 15 એપ્રિલ સુધીમાં ભરી દેવાનો હોય છે, પરંતુ કોરોના મહામારીના કારણે ઊભી થયેલી સ્થિતિમાં અગાઉ મુદતમાં થોડો વધારો પણ કરવામાં આવ્યો હતો.