Get The App

આજે ભાવ. જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
આજે ભાવ. જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ 1 - image


- અલગ-અલગ જિલ્લામાં એનડીઆરએફની 12, એસડીઆરએફની 20 ટીમ ડીપ્લોય

- મેઘવિરામ વચ્ચે ગરમી-બફારાનું પ્રમાણ વધ્યું, તાપમાન 34 ડિગ્રીની નજીક

ભાવનગર : ભાવનગર જિલ્લામાં આવતીકાલ તા.૨૦-૮ને બુધવારે અતિભારે વરસાદ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને કોઈ કુદરતી આપત્તિ આવે તો તેને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી કરી રાખી છે.

અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે મંગળવારે ભાવનગર જિલ્લામાં મેઘરાજાનો સંપૂર્ણ વિરામ રહ્યો હતો. શહેરમાં મેઘવિરામ વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ વધતા લોકો અકળાયા હતા. ગરમીમાં થયેલા વધારાના પગલે મહત્તમ તાપમાન ૦.૯ ડિગ્રી વધીને ૩૩.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં લઘુતમ તાપમાન ૧.૬ ડિગ્રી વધીને ૨૬.૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ ૨૦ કિ.મી. પ્રતિકલાકની રહી હતી. ઉલ્લેખનિય છે કે, ૨૫મી ઓગસ્ટ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીનાપગલે ગાંધીનગરમાં વેધર વોચ ગુ્રપની બેઠક મળી હતી. જેમાં ચોમાસાની ઋતુ દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા જુદા-જુદા જિલ્લામાં એનડીઆરએફની ૧૨ અને એસડીઆરએફની ૨૦ ટીમ ડીપ્લોય કરવામાં આવેલી હોવાની માહિતી આપવામાં આવી હતી.

Tags :