Get The App

આજે ધો. 12 વિ.પ્ર.ના 6,366, સામાન્ય પ્રવાહના 17,454 વિદ્યાર્થીનું પરિણામ

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
આજે ધો. 12 વિ.પ્ર.ના  6,366, સામાન્ય પ્રવાહના 17,454 વિદ્યાર્થીનું પરિણામ 1 - image


- ભાવનગર જિલ્લાના 7,473 છાત્રોએ આપી હતી ગુજકેટની પરીક્ષા

- શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 10 ના ટકોરે પરિણામ જાહેર થશે 

ભાવનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબુ્રઆરી-માર્ચ ૨૦૨૫માં લેવાયેલ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, ગુજકેટ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થનાર છે. ભાવનગર જિલ્લામાંથી વિજ્ઞાન પ્રવાહના ૬,૩૬૬, ગુજકેટના ૭,૪૭૩ તથા સામાન્ય પ્રવાહના ૧૭,૪૫૪ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. 

 ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં રેગ્યુલર ગુ્રપ એમાં ૧૭૦૭, રેગ્યુલર ગુ્રપ બીમાં ૪૨૭૧, રીપીટર ગુ્રપ એમાં ૭૬, રીપીટર ગુ્રપ બીમાં ૩૦૭, આઈસોલેટેડ ૫, ડિસએબલ્ડ ૧૦, બોય સ્ટુડન્ટ ૩,૭૪૨ અને ગર્લ સ્ટુડન્ટ ૨,૬૨૪ સહિત કુલ ૬,૩૬૬ છાત્રનો સમાવેશ થાય છે. એ જ રીતે ધોરણ-૧૨ વિજ્ઞાાન પ્રવાહના ૭,૪૭૩ વિદ્યાર્થીએ ગુજકેટની પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનમાં ૧૪,૯૯૩ રેગ્યુલર, ૧૨૫૪ પ્રાઈવેટ, ૬૧૫ રીપીટર, ૪૪૦ પ્રાઈવેટ રીપીટર, ૧૫૨ આઈસોલેટેડ, ૧૦૫ ડિસએબલ્ડ, ૮,૯૬૧ બોય સ્ટુડન્ટ અને ૮,૪૯૩ ગર્લ સ્ટુડન્ટ સહિત કુલ ૧૭,૪૫૪ છાત્રનો સમાવેશ થાય છે. હવે બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-૨૦૨૫ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ આવતીકાલ તા.૫મીના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જાહેર થશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) દાખલ કરી મેળવી શકશે તથા વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. 

બોટાદ : ધો-12 સાયન્સના 869, સામાન્ય પ્રવાહના 5,330 વિદ્યાર્થીનું આજે પરિણામ 

બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રેગ્યુલર ગુ્રપ એમાં ૩૦૧, રેગ્યુલર ગુ્રપ બીમાં ૫૨૫, રીપીટર ગુ્રપ એમાં ૮, રીપીટર ગુ્રપ બીમાં ૩૩, આઈસોલેટેડ ૨, બોય સ્ટુડન્ટ ૬૨૬, ગર્લ સ્ટુડન્ટ ૨૪૩ સહિત કુલ ૮૬૯ છાત્રએ આપી હતી. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૪,૫૧૯ રેગ્યુલર, ૪૭૬ પ્રાઈવેટ, ૧૪૩ રીપીટર, ૧૫૮ પ્રાઈવેટ રીપીટર, ૩૪ આઈસોલેટેડ , ૧૭ ડિસએબલ્ડ, ૨,૯૭૦ બોય સ્ટુડન્ટ અને ૨૩૬૦ ગર્લ સ્ટુડન્ટ સહિત કુલ ૫,૩૩૦ વિદ્યાર્થીએ આપી હતી. જેનું આવતીકાલ તા.૫ના રોજ પરિણામ આવશે. 

Tags :