આજે વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયન PM અમદાવાદ આવશે, મેચ પહેલાં ગાંધી આશ્રમ જશે
રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવશે
સાંજે 4 વાગ્યે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એરપોર્ટ પર આવશે
અમદાવાદ, 8 માર્ચ 2023 બુધવાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેશે. આજે બંને દેશોના વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચશે. સાંજે 4 વાગ્યે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એરપોર્ટ પર આવશે. ત્યાંથી સીધા તેઓ ગાંધી આશ્રમે જશે, જ્યાં તેઓ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને આશ્રમની મુલાકાત લેશે. રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જશે.
બંને દેશના વડાઓ સાથે બેસીને મેચ જોશે
ગુરુવારે નવ માર્ચના રોજ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે. જેમાં તેઓ આજે અમદાવાદ આવી પહોંચશે. સાંજે ચાર વાગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાંથી તેઓ સીધા ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આશ્રમની મુલાકાત લેશે., ત્યાર બાદ સીધા તેઓ હોટલ ખાતે જશે.
બંને PM મેચમાં કોમેન્ટરી પણ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન જશે અને રાત્રિરોકાણ કરશે. આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8.30 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. બંને વડાપ્રધાન મેચમાં હાજર રહેશે. બે કલાક સુધી બંને વડાપ્રધાન મેચ નિહાળશે અને મેચ દરમિયાન તેઓ કોમેન્ટરી કરે એવી પણ શક્યતા છે.