આજે વર્લ્ડ આર્થરાઇટિસ ડેઃ બદલાતી જીવનશૈલીને લીધે સુરતમાં અઢી લાખ પીડિત

- સાંધામાં ઘસારો કે તકલીફ થાયે તેને આર્થરાઇટીસ કહેવાય : બેઠાડું જીવન, જંક ફુડનો વધુ ઉપયોગ બિમારીનું મુખ્ય કારણ
સુરત,:
આજના યુગમાં બદલાતી લાઈવ સ્ટાઈલ એટલે બદલાતી જીવનશૈલી, બેઠાડું જીવન તથા વધુ પડતું જંક ફૂડ ખાવા સહિતના લીધે યુવાનોમાં પણ આર્થરાઇટિસ બિમારીમાં સપડાઇ રહ્યા છે. જોકે સુરતમાં અંદાજિત આ રોગથી અઢી લાખ થી વધુ વ્યક્તિઓને તકલીફ હોવાનું જાણવા મળે છે.
સાંધામાં ઘસારો કે તકલીફ થાય જેને આર્થરાઇટિસ કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને આર્થરાઇટિસ વિશે માહિતગાર કરવામાં માટે આ વર્ષે તમારા સપના સાકાર કરો, એ માટે તમારું સ્વાસ્થ્ય એટલું જરૃરી છે, ના સૂત્રોથી ૧૨મી ઓક્ટોબર રોજ વર્લ્ડ આર્થરાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવશે. આ સુત્રોનો ઉદ્ેશ્યએ દર્શાવવાનો છે કે, યોગ્ય નિદાન, સારવાર અને સહાય સાથે સંધિવાથી પીડિત લોકો પણ તેમના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે છે.
આજના યુગમાં ધણા યુવાનો બદલાતી લાઈવ સ્ટાઈલ એટલે જીવનશૈલી બદલાઇ રહી છે. એટલુ નહી પણ તેઓ બેઠાડું જીવન જીવતા હોવાથી વજન વધી જાય, વધુ પડતું જંક ફૂડ ખાવા, નિયમિત કસરત-યોગ કરતા નથી. યોગ્ય ખોરાક ખાતા નથી, કોલ્ડ્રીક્સ કે ઠંડા પીણામાં સુગર કન્ટેન વઘારે હોય સહિતના લીધે હાલમાં ૪૦ વર્ષની આજુ બાજુના યુવાનાનો પણ આર્થરાઇટિસ તકલીફ જોવા મળી રહી છે. સુરતમાં અંદાજીત અઢી લાખ થી વધુ વ્યકિતમાં આર્થરાઇટિસની તકલીફ પીડાતા હોવાની શકયતા છે. જેમાં સૌથી વધુ ૬૦થી ૬૫ વર્ષની ઉંમરથી વધુ વ્યકિતઓમાં આ બિમારીથી વધુ પીડાઇ છે. એમ નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના ડો. નિતીન ચૌધરીએ કહ્યુ હતુ.
આજના યુગમાં ઘણા યુવાનો સહિતના વ્યક્તિઓ કસરત કરતા નથી. યોગ્ય માર્ગદર્શન હેઠળ કસરત કરવી, યોગ્ય ખોરાક, જંક ફૂડ ખૂબ જ ઓછું ખાવું, બેઠાડું જીવન છોડવું જોઇએ. કોઈ કસરત ના કરો તો આખા દિવસમાં ૩૦ મિનિટ નિયમિત ચાલવું જોઈએ. તેનાથી પણ આર્થરાઇટીસ થવાની શક્યતા ઘટે છે.








