Get The App

શિક્ષકો માટે શાળા પસંદગી પ્રક્રિયાની અંતિમ તારીખ લંબાવાઈ, જાણો ફોર્મ ભરવાની રીત

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
શિક્ષકો માટે શાળા પસંદગી પ્રક્રિયાની અંતિમ તારીખ લંબાવાઈ, જાણો ફોર્મ ભરવાની રીત 1 - image


Education Department Gujarat : ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2024 પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ધોરણ 11-12 માટે 1645 શિક્ષકોની નિમણૂકનો અંતિમ તબક્કો છે, ત્યારે ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર થયા બાદ શિક્ષકોને શાળા પસંદગી પ્રક્રિયા માટેની તારીખ 15 મે, 2025 હતી. જેમાં હવે શિક્ષણ વિભાગે તારીખ લંબાવતા આગામી 17 મે, 2025ની રાત્રી 11:59 સુધીમાં શાળા પસંદગી માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જ્યારે આગામી 20 મે પહેલા નિમણૂક હુકમ આપવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય છે. 

શિક્ષકો માટે શાળા પસંદગી પ્રક્રિયાની તારીખ લંબાવાઈ

સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024ની ભરતીમાં ફાઈનલ પરિણામ બાદ ઉમેદવારોને શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ છે, ત્યારે શાળા પસંદગીની તારીખ લંબાવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગે બે દિવસનો વધારો કરીને 17 મેની રાત્રી સુધીનો સમય ઉમેદવારોને આપ્યો છે. આ દરમિયાન ઉમેદવારોએ ઓનલાઈન શાળા પસંદગીને લઈને વધુ જાણકારી hgv.gserc.in આ લીંક પરથી મેળવી શકશે. જ્યારે ઓનલાઈન શાળા પસંદગી કરવા માટે ઉમેદવારોએ hgv.gserc.in  આ લીંક પર ક્લિક કર્યા બાદ લોગઈન કરીને શાળા પસંદગી માટે અરજી કરી શકશે. 

શિક્ષકો માટે શાળા પસંદગી પ્રક્રિયાની અંતિમ તારીખ લંબાવાઈ, જાણો ફોર્મ ભરવાની રીત 2 - image

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લઈને 1608 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં પછીથી અન્ય 3000 જગ્યા વધારવામાં આવી હતી. આમ 1645 જગ્યા સરકારી શાળા માટે અને 4330 જગ્યા ગ્રાન્ટેડ શાળાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. 

આ પણ વાંચો: ચંડોળા તળાવ બાદ રખિયાલમાં મેગા ડિમોલિશન, કારખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવાયુ

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળા માટે બહાર પાડવામાં આવેલી ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર થયા બાદ હવે શિક્ષકોને શાળા પસંદગી શરુ કરવામાં આવી હતી. હાલના ધોરણે સરકારી શાળામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ પછી ગ્રાન્ટેડ શાળાઓમાં પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 


Tags :