નાલંદા વિશ્વ વિદ્યાલયનો ગ્રંથભંડાર વિશ્વમાં સૌથી જૂનો અને વિશાળ : સુરતમાં સૌપ્રથમ જિલ્લા પુસ્તકાલય, ભરૂચની રાઈચંદ દીપચંદ લાઈબ્રેરી અને રાજકોટની લેંગ લાઈબ્રેરી સૌથી જૂના પુસ્તકાલય
રાજકોટ, : આવતીકાલ તા. 14 નવેમ્બર રાષ્ટ્રીય પૂસ્તકાલય દિવસથી તા. 20 સુધી લોકોને મોબાઈલના હાનિકારક વ્યસનથી દૂર કરીને વાંચન તરફ વાળવા આખુ સપ્તાહની ઉજવણી કરાશે ત્યારે સમગ્ર વિશ્વને ખગોળ,આયુર્વેદથી માંડીને યોગ સહિતનું સચોટ જ્ઞાાન-વિજ્ઞાાન પૂરૂં પાડનાર ભારત પૂસ્તકાલયો અને વાંચનાલયોમાં વિશ્વમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં પણ 175 વર્ષ પહેલાથી આજે પણ સક્રિય હોય તેવી લાઈબ્રેરી શરૂ કરાઈ હતી.
સમગ્ર દુનિયાની સૌથી મોટી રેસિડેન્શિયલ યુનિવર્સિટી (વિશ્વવિદ્યાલય),સૌથી વિશાળ અને સૌથી જુનુ પ્રાચીન પૂસ્તકાલય પણ ભારતના બિહારમાં પટણાથી 90 કિ.મી.ના અંતરે આવેલું નાલંદા ગણાય છે. આ યુનિવર્સિટી 2000વર્ષ પહેલા ધમધમતી હતી અને તેમાં 2000 શિક્ષકો (ગુરૂ) અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓ એક સ્થળે રહીને વિદ્યાભ્યાસ કરતા હતા. 12મી સદીમાં બખ્તિયાર ખિલજીએ તેનો નાશ કરીને અતિ પ્રાચીન હસ્તપ્રતોને આગ ચાંપી દીધી હતી. બાદમાં ઈ.સ. 2010 તે ફરી નાલંદા યુનિ.તરીકે સ્થાપના થઈ છે.
ગુજરાતમાં ઈ.સ. 1858માં ભરૂચમાં જૈન ઉદ્યોગપતિ પ્રેમચંદે સ્થાપેલી રાઈચંદ દીપચંદ નામની લાઈબ્રેરીને ગુજરાત સહિત પશ્ચિમ ભારતની સૌથી જુની લાઈબ્રેરી ગણાય છે જેમાં 2 લાખથી વધુ પૂસ્તકો અને દુર્લભ હસ્તપ્રતોનું સંકલન છે.
પ્રાપ્ત માહિતી મૂજબ ઈ.સ. 1850માં સુરતમાં રાજ્યનું પ્રથમ જિલ્લા પૂસ્તકાલય બાદ 1900 સુધીમાં (સવાસો વર્ષ પૂર્વે) ભરૂચમાં રાયચંદ દીપચંદ લાઈબ્રેરી ઉપરાંત 1858માં ડીસ્ટ્રીક્ટ લાઈબ્રેરી, રાજકોટમાં ઈ. 1856માં જ્યુબિલી બાગમાં લેંગ લાઈબ્રેરી આજે પણ ધમધમે છે. 1867માં જુનાગઢમાં, 1866માં ગોધરા, 1870માં અમદાવાદમાં ઉપરાંત પાનકોર નાકામાં સ્થપાયેલી લાઈબ્રેરીને પણ ઘણા સૌથી જુની ગણે છે, ઉપરાંત અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, નડિયાદ સહિત સ્થળેઅનેક પૂસ્તાલયો 19મી સદીમાં સ્થપાયા હતા.રાજકોટમાં ઈ. 1856માં સ્થપાયેલ લેંગ લાઈબ્રેરી આજે પણ ધમધમે છે.


