Get The App

આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી 1 - image

- વહેલી સવારથી ભક્તો દર્શન માટે ઉમટશે 

- ઉત્થાપન આરતી બાદ ભગવાનનો વરઘોડો નિકળશે : મંદિર પરિસરમાં 12 કુંજ બનાવાયા 

ડાકોર : યાત્રાધામ ડાકોરમાં આવતીકાલ દેવ ઉઠી અગિયારસે તૂલસી વિવાહની ઉજવણી કરવામાં આવશે. જેને લઇ દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડશે. સવારે નિત્યક્રમ મુજબ ઠાકોરજીની મંગળા આરતી કરાશે અને બપોરના રાજભોગ જમીને પોઢી જશે. સાંજે ચાર વાગ્યે ઉસ્થાપન આરતી કરાશે. 

ડાકોર મંદિરમાં રવિવારે અગિયારસને લઇ ઠાકોરજીને શાહી ઠાઠમાઠથી તૈયાર કરાશે. ઠાકોરજીની આજ્ઞા માળા ભગવાન ગોપાલલાલજીને ધારણ કરાવી શહેરો બાંધી મંદિરમાં શણગાર સજાવેલા ઘોડા પર ઢોલ નગારા, શરણાઇ બેન્ડબાજા અને આતશબાજી સાથે વરઘોડો કાઢવામાં આવશે. 

મંદિર પરિસરમાં વૈષ્ણવો દ્વારા ૧૨ કુંજ બનાવવામાં આવ્યા છે. તુલસીજીના પ્રતિમા સાથે કન્યાપક્ષે વૈષ્ણવ ગોપાલલાજીના આગમનની પ્રતિક્ષા કરતા બેઠા હશે તે દરેક કુંજમાં ઠાકોરજીના લગ્ન કરીને વરઘોડો વાજતે ગાજતે લક્ષ્મીજી મંદિરમાં જશે. વરઘોડા લક્ષ્મીજી મંદિરમાંથી ગોપાલલાજીને પરત રણછોડજી મંદિરમાં લવાશે. 

ત્યાં પણ ફરીથી દરેક કુંજમાં બેસાડવામાં આવશે પછી તુલસીજી સાથે ગોપાલલાલજીને નિજમંદિરમાં લઇ જવામાં આવશે. ઠાકોરજીની ગોપાલલાજીની નજર ઉતારવામાં આવશે. 

ડાકોરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભૂલકાઓ મેડમેળાયું લઇને આવશે.