Get The App

આજે સુરતમાં ગુજરાત ભાજપનું સૌથીમોટું સ્નેહમિલન, 30 હજાર કાર્યકરો ભેગા થશે

વિધાનસભા તેમજ વોર્ડ પ્રમાણે કાર્યકરોને બોલાવાયા, કયા નેતાનું વર્ચસ્વ વધુ છે ? કોણ વધું કાર્યકરો ભેગા કરી શકે છે ? તેનો તાગ મેળવાશે

Updated: Nov 24th, 2021

GS TEAM


Google News
Google News
આજે સુરતમાં ગુજરાત ભાજપનું સૌથીમોટું સ્નેહમિલન, 30 હજાર કાર્યકરો ભેગા થશે 1 - image


મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત અનેક મંત્રીઓ હાજર રહેશેઃ કાર્યકરોને સભા સ્થળ સુધી લાવવા વાહનોની વ્યવસ્થા કરાઇ

                સુરત,

ભાજપ દ્વારા બુધવારે ગુજરાતનું સૌથી મોટું દીપાવલી સ્નેહ મિલન સુરતમાં યોજાશે જેમાં 30 હજાર કાર્યકરોને એકત્ર કરાશે. આ સ્નેહ મિલન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે. ભાજપમાં આંતરીક ખટરાગની ઘટનાઓ વચ્ચે આ સ્નેહમિલન પ્રદેશ પ્રમુખનું શક્તિપ્રદર્શન બનશે.

વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે તા.૨૪મીએ યોજાનારા ગુજરાત ભાજપના સૌથી મોટા સ્નેહમિલન માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આજે શહેર ભાજપ પ્રમુખ સહિત શહેરના હોદ્દેદારોએ સભા સ્થળનું નિરીક્ષણ કરવા સાથે રિહર્સલ પણ કર્યું હતું. ગ્રાઉન્ડ ઉપર એલઇડીની વ્યવસ્થા કરાઇ છે. ભાજપના 30

Tags :