Get The App

મકાનની લોન અને લગ્ન માટે કરેલું દેવું ભરપાઈ કરવા યુવકે ફિલ્મી સીન જોઈ મહિલાના બુટ્ટી લૂંટી

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
મકાનની લોન અને લગ્ન માટે કરેલું દેવું ભરપાઈ કરવા યુવકે ફિલ્મી સીન જોઈ મહિલાના બુટ્ટી લૂંટી 1 - image


Vadodara Crime : વડોદરામાં થોડા સમય પહેલા જ લગ્ન કરનાર એક યુવકે દેવું ચૂકવવા માટે મહિલાના દાગીના લૂંટવાનું શરૂ કર્યું હતું પરંતુ પહેલા જ બનાવમાં ઝડપાઈ ગયો હતો.

વડોદરા નજીક પાદરા તાલુકાના ઉમરાયા ગામે રહેતા અને વડોદરા જીઆઇડીસીમાં નોકરી કરતા હિતેશ તળપદા નામના 20 વર્ષના યુવકે મકાન માટે લોન લીધી હોવાથી તેના હપ્તા ભરી શકતો ન હતો. 

આ ઉપરાંત તેણે થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા અને તેનો ખર્ચ કરતા દેવું ચડી ગયું હતું. આમ આર્થિક ભીંસમાં મુકાયેલા યુવકે કોઈ ફિલ્મમાં મહિલાના દાગીના લૂંટવાનો સીન જોઈ પોતે પણ દાગીના લૂંટવાનું નક્કી કર્યું હતું. 

દાગીના પહેરેલ મહિલાની શોધમાં તે મકરપુરા રોડ પર ફરતો હતો તે દરમિયાન તા.29મી એ બપોરે એક મહિલા તેની પુત્રીને ટ્યુશન મૂકીને સ્કૂટર પર જઈ રહી હતી ત્યારે યુવકે બાઈક નજીક લઈ જઈ તેના કાનની અઢી ગ્રામની બુટ્ટી લૂંટી લીધી હતી. 

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી આ યુવકને ગઈકાલે જીઆઇડીસી રોડ પરથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મોટર સાયકલ, મોબાઈલ અને લુટેલી બુટ્ટી કબજે કર્યા હતા.

પોલીસની પૂછપરછ દરમિયાન યુવકે કહ્યું હતું કે બુટ્ટી લૂટ્યા બાદ તે જીઆઇડીસી ગયો હતો અને નંબર પ્લેટ પરની પટ્ટી કાઢી નાખી હતી. ત્યારબાદ તે હાઇવે પર થઈ કરજણવાળા રોડ પરથી તેના ગામ ગયો હતો.

Tags :