Gujarat

સીટી એન્ટ્રી તરીકે ઓળખ ઉભી કરવા કેશવબાગ જંકશનથી પકવાન જંકશન આઈકોનિક રોડ, પાંચ કરોડ ખર્ચાશે

By GS TEAM
27 Aug 20251 min read
સીટી એન્ટ્રી તરીકે ઓળખ ઉભી કરવા  કેશવબાગ  જંકશનથી પકવાન જંકશન  આઈકોનિક રોડ,  પાંચ કરોડ ખર્ચાશે

 અમદાવાદ,બુધવાર,27 ઓગસ્ટ,2025

અમદાવાદની સીટી એન્ટ્રી તરીકે કેશવબાગ જંકશનથી પકવાન જંકશન સુધી આઈકોનિક રોડ બનાવાઈ રહયો છે. આ રોડ ઉપર ગ્રીન પેચ ઉપરાંત સ્ટ્રીટલાઈટ પોલ તથા નવી ફુટપાથ બનાવવા રુપિયા ૪.૯૮ કરોડનો ખર્ચ મંજુર કરાયો છે. કોન્ટ્રાકટર એવરેસ્ટ મલ્ટિટેકને જી.એસ.ટી. અલગથી ચૂકવવામાં આવશે.

અમદાવાદમાં રુપિયા ૩૫૦ કરોડના ખર્ચે સાત સ્થળે આઈકોનિક રોડ બનાવવા નિર્ણય કરાયો  હતો.બોડકદેવ વોર્ડમાં આવેલા કેશવબાગ જંકશનથી પકવાન જંકશન ચાર રસ્તા સુધી કોર્પોરેશનનના રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા આઈકોનિક રોડ બનાવાઈ રહયો છે.નવા બનતા આઈકોનિક રોડ ઉપર નવા સ્ટ્રીટલાઈટ પોલ તેમજ નવી ડીઝાઈન સાથેની ફુટપાથ બનાવવા, ગ્રીન પેચમાં ડેકોરેટીવ નવા પોષ્ટ ટોપ પોલ્સ નાંખવા રુપિયા ૪.૯૮ કરોડનો ખર્ચ થશે.