Gujarat
બેકારીથી કંટાળીને યુવાનનો ગળા ફાંસો ખાઇને આપઘાત
By GS TEAM
4 Jul 20251 min read

વડોદરા,વાડી ગીતા મંદિર સ્કૂલની બાજુમાં જગન્નાથ કોમ્પલેક્સમાં રહેતા યુવાને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બેકારીથી કંટાળીને યુવાને આપઘાત કરી લીધો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાડી ગીતા મંદિર સ્કૂલની બાજુમાં જગન્નાથ કોમ્પલેક્સમાં રહેતો ૩૫ વર્ષનો જયેન્દ્ર રાજેન્દ્રભાઇ સોલંકીને છેલ્લા કેટલાક સમયથી નોકરી ધંધો મળતો નહતો. ગઇકાલે તેની પત્ની પિયર ગઇ હતી. પત્નીએ વારંવાર ફોન કરવા છતાંય પતિ જયેન્દ્ર ફોન રિસિવ કરતો નહતો. જેથી, પત્ની પરત આવી હતી. ઘરે આવીને જોતા પતિએ ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે વાડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેકારીથી કંટાળીને જયેન્દ્ર સોલંકીએ જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન છે. જે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








