ફુલસરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુ

- મહિલાને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવી
- પરણીતાના ભાઈને આપેલા પૈસાની માંગણી કરી પતિ પત્નીને ત્રાસ આપતો હતો
ફુલસર વિસ્તારમાં આવેલ મહાદેવનગર ખાતે રહેતા અને સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા પૂજાબેન ભોળાભાઈ મકવાણાના ભાઈ કિરીટભાઈ દિનેશભાઈ સરવૈયા પાસે પતીએ ૧૫૦૦૦ આપેલ હોય, ભાઈ પાસે પૈસા ન હોય, જેથી પતી ભોળોએ ભાઈ જયદીપભાઇ સાથે પૈસા બાબતે માથાકૂટ કરી હતી. અને પતિ ભોળાએ ઘરે આવી પૂજાબેન જેમ તેમ બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપતા આપવા લાગ્યો હતો. દરમિયાનમાં પતિ ભોળા સવજીભાઈ મકવાણાએ પૂજાબેન સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા પૂજાબેનને લાગી આવતા પૂજાબેને જાતેથી ફિનાઈલ પી લીધી હતી. પૂજાબેનની સ્થિતિ ગંભીર બનતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પૂજાબેને પતિ વિરુધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








