લીંબડી શહેરમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ
લીંબડીઃ જમ્મુ કાશ્મીરના પહલગાવમાં આંતકી હુમલા સામે ભારતીય જવાનોની વિરતાને બિરદાવા માટે લીંબડી શહેરમાં વેપારી એસોસિયેશન તથા ભાજપના તમામ સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો શહેરીજનો દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ સોની, શંકરભાઈ દલવાડી, લીંબડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તથા શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.