વિરમામમાં તિરંગા યાત્રા યોજાઇ
વિરમગામઃ
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા શહીદોના માનમાં ગામે ગામ
તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે વિરમગામ એકતા સમિતિ દ્વારા વિરમગામ
શહેરના ટાવર ચોકથી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.