મહિલાએ આત્મહત્યા કરવા પ્રેરી ઃ મ્યુનિ.ના અધિકારીઓ સામે ફરિયાદ

અમદાવાદ, સોમવાર
જશોદાનગરમાં પુનિતનગર ક્રોસિંગ પાસે દબાણ તોડવા ગયેલા મ્યુનિસિપલ કોર્પોેરેશનના અધિકારીઓએ સંવેદના ગુમાવી દીધી હતી. દબાણ તોડતા પહેલા મહિલાએ આજીજી કરી હતી અને જીવનની મરણ મૂડી દુકાન તોડી નાંખશો તો રોડ ઉપર આવીને બદબાદ થઇ જઇશુ જેવી વિનંતી કરતી હતી તેમ છતાં શાત્વના આપવાના બદલે અધિકારીઆએ પોતાની મનમાની કરી મનસ્વી વર્તન કરી કડવાં વેણ કહ્યા હતા. મહિલા તથા પરિવારજનોએ દુકાન તોડતા પહેલા સામાન બહાર કાઢવા સમજાવ્યા પરંતુ તેઓ માનવા તૈયાર ન હતા જેને લઇને મહિલાએ કહ્યું હું મારા શરીરે આગ લગાડી મરી જઇશ તો અધિકારીઓએ કહ્યું તમારે જે કરવું હોય તે કરો. મહિલાને મનમાં લાગી આવતાં એસ્ટેટ અને દબાણ વિભાગના કર્મચારીઓની ટીમ સામે વેપારીની પત્નીએ કેરોસની છાંટીને આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. વટવા જીઆઅઇડીસી પોલીસે કોર્પોરેશનના બે અધિકારી સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જશોદાનગરમાં કોપોરેશનનાઅધિકારીઓ ભાન ભૂલ્યા ઃ મહિલાએ કહ્યુ શરીરે આગ લગાડીને મરી જઇશ, અધિકારીએ કહ્યું જે કરવું હોય તે કરો
જશોદાનગરમાં યુવકે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના વસ્ત્રાલ વિસ્તારના વોર્ડ ઇન્સ્પેકટર તથા રામોલ હાથીજણ વોર્ડના સબ ઇન્સ્પેકટર સામે ફરિયાદ નોંધાવી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જશોદાનગર વિસ્તારમાં ગેરકાયદે દુકાનો તોડવા માટે તા.૧૪ના રોજ સવારે આવ્યા હતા. આ સમયે વેપારીએ પોતાનો સામાન બહાર કાઢી લઈએ ત્યારબાદ કામગીરી કરવા માટે આજીજી કરી હતી. તેમ છતાં દબાણ હટાવવા આવેલા કર્મચારીઓ ફરિયાદી વેપારીની વાત સમજવા તૈયાર ન થતા તકરાર થઇ હતી. આસપાસના દુકાનદારો આવતા મામલો ગરમાયો છતાં કોર્પોરેશનના કર્મચારીઓએ વેપારીને દાદ આપી ન હતી અને દુકાન તોડી પાડવાની તૈયારીઓ શરુ કરી હતી.
આ સમયે વેપારીના પત્ની નર્મદાબહેન આવ્યા હતા તેમના સાથે પરિવારના સભ્યોએ દબાણ તોડવા માટે થોડો સમય આપવા માટે સમજાવતા હતા પરંતુ તઓ માનતા ન હોવાથી વેપારીને પત્નીને મંનમાં લાગી આવતાં અચાનક કેરોસીન પોતાના શરીરે છાંટીને આગ ચોંપીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ તથા કોરેપોરેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું.








