Get The App

વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો 1 - image

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે વડોદરા મંડળથી પસાર થનારી ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ભુજ – પુણે એક્સપ્રેસ જે 01ઓક્ટોબરના રોજ ભુજથી ઉપડશે, આ ટ્રેન નડિયાદ સ્ટેશન પર રાત્રે 8:46 કલાકે પહોંચશે. આણંદ સ્ટેશન પર રાત્રે 9:03 કલાકે પહોંચશે. તથા વડોદરા સ્ટેશન પર રાત્રે 9:42  કલાકે પહોંચશે. તેમજ બરૌની – બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ જે 30 સપ્ટેમ્બરના રોજ બરૌનીથી ઉપડશે, આ ટ્રેન વડોદરા સ્ટેશન પર રાત્રે 9:27 કલાકે પહોંચશે. જ્યારે જયપુર – બાન્દ્રા ટર્મિનસ હોલિડે સ્પેશિયલ 1 ઓક્ટોબરના રોજ જયપુરથી ઉપડશે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર રાત્રે 10:38 કલાકે પહોંચશે.

Tags :