Get The App

જૂનાગઢના યુવકને મારવા ગયેલી ટિકટોક સ્ટાર કિર્તી પટેલની ધરપકડ, પોલીસે બે ગાડીઓ જપ્ત કરી

જૂનાગઢના ભેંસાણમાં એક યુવકને જાનથી મારી નાંખવાની ધમકી

પોલીસે ગુનો નોંધીને બે ગાડીઓ પણ જપ્ત કરી

Updated: Dec 23rd, 2022

GS TEAM


Google News
Google News
જૂનાગઢના યુવકને મારવા ગયેલી ટિકટોક સ્ટાર કિર્તી પટેલની ધરપકડ, પોલીસે બે ગાડીઓ જપ્ત કરી 1 - image

'


image- facebook

જૂનાગઢ, 23 ડિસેમ્બર 2022, શુક્રવાર

વિવાદિત ટીકટોક સ્ટાર કિર્તી પટેલ ફરી પોલીસના હાથે લાગી છે. તેણે જૂનાગઢના ભેંસાણમાં એક યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. પોલીસે કિર્તી પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ સાથે બે ગાડી પણ જપ્ત કરી છે. 

પોલીસે કિર્તી પટેલ અને તેના સાથીઓની ધરપકડ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સોશિયલ મીડિયામાં વિવાદિત સ્ટાર તરીકે જાણિતી સુરતની કિર્તી પટેલે એક વીડિયો બનાવીને જૂનાગઢના ભેંસાણના જમન ભાયાણી નામના યુવાનને માર મારવાની ધમકી આપી હતી. તે યુવાનને મારવા માટે સુરતથી પોતાના સાથીદારો સાથે જૂનાગઢ પહોંચી હતી. ભેંસાણ પોલીસે મામલો બીચકતાં જ કિર્તી અને તેના સાથીદારોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે ગાડીઓ પણ કબજે લીધી છે. 

વસ્ત્રાપુર પોલીસે કિર્તી પટેલની ધરપકડ કરી હતી
ગત મે મહિનામાં અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે કિર્તી પટેલની ધરપકડ કરી હતી. સરખેજ હાઈવે નજીક થયેલી બબાલના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને તેણે ધમકી આપીને સોશિયલ મીડિયામાં તેના વિરૂદ્ધ બીભત્સ લખાણ અને ફોટો વાયરલ કરવા અંગે પોલીસે કિર્તી પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાતા જ તે વસ્ત્રાપુર પોલીસ સમક્ષ હાજર થઈ હતી અને આ કેસ જ ખોટો હોવાનું વારંવાર કહેતી હતી. 

Tags :