Get The App

રાજ્યમાં આજથી ગાજવીજ, વંટોળિયા સાથે માવઠાં, તા. 5થી 7 ઓરેન્જ એલર્ટ

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
રાજ્યમાં આજથી ગાજવીજ, વંટોળિયા સાથે માવઠાં, તા. 5થી  7 ઓરેન્જ એલર્ટ 1 - image


સૌરાષ્ટ્રનો દરિયો તોફાની,રાજ્યમાં 50 -60 KM ઝડપે પવન ફૂંકાઈ શકે છે : 5 દિવસ ખરાબ હવામાન, પ્રવાસમાં નીકળનારાએ સાવચેતી જરૂરી : યાર્ડમાં જણસી ઢાંકીને રાખવા સૂચના

 રાજકોટ, : રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેના કારણે રાજસ્થાનથી ગુજરાત ઉપર થઈને મહારાષ્ટ્ર, કર્ણાટક સુધી ઉતર-દક્ષિણ ટ્રોફ સર્જાતા મૌસમમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસ 40થી 50 કિ.મી.ની મીની વાવાઝોડા જેવો તીવ્ર પવન ફૂંકાવા સાથે અને વિજળીના કડાકા ભડાકા સાથે માવઠાંની આગાહી કરાઈ છે જે  માટે આવતીકાલે યલો એલર્ટ (એટલે કે સ્થિતિ પર વોચ રાખવી) અને સોમવારથી પગલા લેવાનું સૂચવતું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. 

હાલ વેકેશન શરૂ થઈ રહ્યું છે અને લોકો કેદારનાથ,બદ્રીનાથ સહિત યાત્રા અને હરવા ફરવા ઉપડી રહ્યા છે,રવિવારે સ્થાનિક સ્થળોએ પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જામતી હોય છે ત્યારે આવતીકાલથી સપ્તાહ સુધી ખરાબ મૌસમ અન્વયે પ્રવાસમાં તકેદારી રાખવી જરૂરી છે તેમજ ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક નિયંત્રીત કરવા સૂચના અપાઈ છે તેમજ સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં જણસીઓ ખુલ્લામાં નહીં રાખવા સૂચના અપાઈ છે. 

મૌસમ વિભાગ અનુસાર આગામી 6 દિવસમાં ગાજવીજ અને 50 KM ની ઝડપે પવન સાથે હળવા-મધ્યમ વરસાદની શક્યતા છે. આવતીકાલ રવિવારે રજાના દિવસથી આ હવામાન પલટાશે જેમાં અમરેલી, ભાવનગર, કચ્છ, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, પાટણ, અરવલ્લી વગેરે જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. સોમવારે આ વરસાદનું જોર વધીને  રાજકોટ,જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ વગેરે 50 કિ.મી.સુધીની ઝડપે મીની વાવાઝોડા સાથે મંડપ,છાપરાં વગેરે ખેદાનમેદાન કરી દે તેવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, દિવ તેમજ ગુજરાતના આણંદગ, ગાંધીનગર, વડોદરા, સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારો માટે આ  ચેતવણી અપાઈ છે. 

દરિયો પણ આ સમયે તોફાની બનશે. આવતીકાલ તા.૪ના સૌરાષ્ટ્ર-કચ્છના જકૌ, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર વગેરે દરિયાકાંઠાના સ્થળોએ 55 કિ.મી.સુધી મીની વાવાઝોડુ ફૂંકાવાની ચેતવણી અપાઈ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા જણાવાયું છે.  આજે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 20થી 30 કિ.મી.ની ઝડપે તીવ્ર પવન ફૂંકાયો હતો. સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સૌથી વધારે રાજકોટમાં 41.8 સે.અને વલ્લભવિદ્યાનગરાં 41.5, જ્યારે સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ગાંધીનગરમાં  41, વડોદરા 40.4 અને અન્યત્ર પારો 4- સે. નીચે રહ્યો હતો. પરંતુ, આ સાથે પરસેવો લાવી દેતો બફારો વધ્યો હતો.આમ, મૌસમ પલટાની અસર આજથી જ વર્તાવા લાગી છે.  

Tags :